Bye Bye 2020: કાળમુખા 2020ની બનેલી 5 સારી વાતો
વર્ષ 2020ની શરૂઆત તો લોકોએ આનંદ-ઉમંગ સાથે કરી હતી. પરંતુ માર્ચ મહિનો આવતા આ વર્ષે સમગ્ર વિશ્વ માટે ઘાતક સાબિત થયું હતું. કોરોના મહામારીને કારણે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પણ આ સંકટ વચ્ચે ઘણી સારી બાબતો પણ જોવા મળી છે.
મિહિર રાવલ, અમદાવાદઃ 2020ના વર્ષનો આખરે અંત આવ્યો અને નવી આશાઓ સાથે 2021ની શરૂઆત થઈ છે.. કોરોના, ગૃહયુદ્ધ, ચૂંટણી, મ્યુકોરમાઈકોસિસ, દિગ્ગજો અને આપ્તજનોની વિદાય સહિત કેટલીય એવી ઘટનાઓ કે જેણે આપણને આ વર્ષને કોસવા મજબૂર કર્યા. પણ આ વર્ષમાં કેટલીક સારી ઘટનાઓ પણ ઘટી જેનાથી દુનિયાને નવી દિશા મળી, નવી આશા બંધાઈ. આ સારી ઘટનાઓ તમે પણ અનુભવી છે જ.
રીલ નહીં પણ રિયલ હીરોઝ
ફિલ્મોમાં હીરોની એક્શન તો વર્ષોથી જોતાં આવ્યા છીએ.. પણ આ વર્ષે રિયલ હીરોઝની એક્શન જોવા મળી.. આ રિયલ હીરોઝમાં પહેલાં છે મેડિકલ અને પેરામેડિકલ અને ફાર્મસી સેક્ટરના લોકો.. આપણા આરોગ્યને સાચવવા અને જાળવવા પોતાનું આરોગ્ય રિયલમાં દાવ પર મૂક્યું.. બીજા છે પોલીસ કર્મચારીઓ, જેમણે પોતાનો પરિવાર છોડી લોકોની સેવામાં દિવસ-રાત રત રહ્યાં. આ સિવાય સફાઈ કર્મચારીઓ, જેમના કારણે આ 2020નું વર્ષ એકદમ સ્વચ્છ અને સુઘડ રહ્યું. આ સિવાય એ દરેક લોકો કે જેમણે લોકો સુધી જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી. આ સિવાય રિયલ હીરોઝ એ પણ છે જેમણે કપરા સમયમાં માનવતાની મહેક પ્રસરાવી. લોકો સુધી પહોંચીને આ હીરોઝ દેશના દિલ સુધી પહોંચ્યાં.
હમ સાથ સાથ હૈ
સૌથી મોટી સારી ઘટના લોકો સાથે 2020માં એ થઈ, કે જેની ફરિયાદ વર્ષોથી લોકો કરતાં હતાં અને આખરે એ થયું.. પરિવાર સાથે લોકોએ કિંમતી સમય પસાર કર્યો અને વર્ષોની ઈચ્છાઓ ઘરે રહીને પૂરી કરી..
ટેલેન્ટ કા ખુલ જા સીમ સીમ
ઘરે રહીને ખાલી લોકોએ ગપાટાં જ નથી માર્યા. પણ મોટા ભાગના લોકોએ નવી સ્કિલ્સ શીખી. તેમની હિડન ટેલેન્ટ બહાર આવી અને કેટલીય ટેલેન્ટ ઇન્ટરનેટ જગતમાં વાયરલ પણ થઈ.
કોરોનાથી વધારે વેક્સીન રિસર્ચની સ્પીડ
કોરોનાથી વધારે વેક્સીન રિસર્ચની સ્પીડ
પર્યાવરણમાં સુધાર
દુનિયા માટેની સૌથી મોટી સારી ઘટના એ બની કે પર્યાવરણમાં સુધાર આવ્યો. લૉકડાઉનને કારણે પ્રદૂષણ ઘટ્યું અને વાતાવરણ અને દુનિયા ખરેખર સુંદર બની. કાર્બન ડાયૉક્સાઈડનું ઉત્સર્જન રેકોર્ડબ્રેક 7% જેટલું ઘટ્યું.
Trending Photos