1 કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપશે મોદી સરકાર, સિલેન્ડર બુકિંગનો નિયમ પણ બદલાયો

મોદી સરકારે ઉજ્જવલા યોજના (Ujjwala Yojna) નો દાયરો વધુ વધારી દીધો છે. યોજના હેઠળ આગામી 2 વર્ષમાં વધુ 1 કરોડ ફ્રી કનેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત મોદી સરકારે સિલિન્ડરની સપ્લાય વધુ સારી કરવા માટે બુકિંગના નિયમ પણ બદલી દેવામાં આવ્યા છે. ફેરફાર બાદ એલપીજી ગ્રાહક એક સાથે 3 ડીલર પર બુકિંગ કરાવી શકશે. 

2 વર્ષમાં 1 કરોડ ફ્રી કનેકશન

1/5
image

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો દાયરો વધુ વધારી દેવામાં આવ્યો છે. ઓઇલ સચિવ (Oil Secretary) તરૂણ કપૂર (Tarun Kapoor) એ જણાવ્યું છે કે આગામી 2 વર્ષમાં કરોડ ફ્રી કનેક્શન વહેંચવાનું કામ કરવામાં આવશે.  

દરેક ઘર સુધી સિલિન્ડર પહોંચાડવાની યોજના

2/5
image

સરકારનો પ્રયત્ન છે કે ઉજ્જવલા યોજના દ્રારા દરેક ઘર સુધી સિલિન્ડર પહોંચાડવામાં આવે. તેના માટે ઓછા દસ્તાવેજોમાં પણ લોકોને કનેક્શન આપાવમાં આવશે. સરકારનો દાવો છે કે રેસિડેન્સ પ્રૂફ (Residence Proof) પણ કનેક્શન આપવામાં આવશે. 

કેવી રીતે થશે ફંડની વ્યવસ્થા

3/5
image

ઉજ્જવલા યોજનાનો લાભ લગભગ વધુ 1 કરોડ લોકોને આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્પષ્ટ છે કે તેમાં ભારે ભરખમ બજેટ પણ ખર્ચ થશે જોકે આ અલગ વાત છે કે બજેટમાં અલગથી આ યોજના માટે ફાળવણીની જોગવાઇ કરવામાં આવી નથી. સરકારનું કહેવું છે કે અત્યારે જે સબસિડી ચાલી રહી છે તેમાં કનેક્શન ફાળવણીનું કામ સરળતાથી પુરૂ થશે. 

અત્યાર સુધી કેટલા લોકોને મળ્યો છે ફાયદો

4/5
image

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી અત્યાર સુધી 8 કરોડથી વધુ લોકોને ફ્રી કનેક્શન આપવામાં આવ્યા છે. બજેટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી 1 કરોડ લોકો એલપીજી કનેક્શનથી વંચિત રહી ગયા છે જેમને પણ ઉજ્જવલા યોજના દ્રારા ફ્રી કનેક્શન આપવામાં આવશે. 

બુકિંગનો નિયમ પણ બદલાયો

5/5
image

એલપીજી ગ્રાહકોની સાથે ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે સિલિન્ડર બુક કરાવ્યાના 4-5 દિવસ સુધી સપ્લાય મળતી નથી. આ દરમિયાન જો સિલિન્ડર ખતમ થઇ જાય છે તો લોકોને ખૂબ મુશ્કેલી થાય છે, મોદી સરકારે તેનું સમાધાન નિકાળ્યું છે. હવે એક સાથે 3 ડીલર પાસે બુકિંગ કરાવી શકાશે અને જ્યાંથી જલદી સિલિન્ડર મળશે ત્યાંથી લઇ શકાશે.