Hair Care: સફેદ થયેલા વાળ પણ થઈ જશે કાળા, અઠવાડિયામાં 2 વખત કરો આ વસ્તુનો ઉપયોગ
White Hair Solution: વાળની સૌથી ગંભીર કહી શકાય તેવી સમસ્યાઓ છે સફેદ થતા વાળ અને ખરતા વાળ. આ બે તકલીફનો ઉપાય સમયસર ન કરવામાં આવે તો પછી પસ્તાવો કરવો પડે છે. જો તમને પણ આમાંથી કોઈપણ સમસ્યા છે તો તેનો રામબાણ ઈલાજ છે લીમડાના પાન. તો જાણી લો કે સફેદ વાળ અને ખરતા વાળની સમસ્યા દુર કરવા લીમડાના પાનનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.
Trending Photos
White Hair Solution: આજના સમયમાં 25-30 વર્ષના યુવાનોના માથામાં પણ સફેદ વાળ હોય તે સામાન્ય વાત થઈ ગઈ છે. વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે તો તેની અસર પર્સનાલિટી અને કોન્ફિડન્સ પર પણ પડે છે. જો તમારા માથામાં પણ સફેદ વાળ આવવા લાગ્યા હોય અને તમને તેનાથી છુટકારો મેળવવો હોય તો આજે તમને એક જોરદાર નુસખો જણાવીએ. આ ઘરેલુ નુસખો અજમાવવાથી સફેદ થયેલા વાળ પણ કાળા થઈ જશે.
લીમડાના પાનના ગુણ
આ પણ વાંચો:
સફેદ વાળને કુદરતી રીતે કાળા કરે છે લીમડાના પાન. મીઠા લીમડાના પાન નો ઉપયોગ તમે ઘણી વખત રસોઈમાં પણ કર્યો હશે. આ પાનમાં એવા ગુણ હોય છે જે વાળને સફેદ માંથી કાળા કરવામાં મદદ કરે છે. લીમડાના પાનમાં પ્રોટીન અને બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે. લીમડાના પાનનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વાળને કાળા કરવાની સાથે લાંબા પણ કરે છે.
વાળમાં કેવી રીતે કરવો લીમડાનો ઉપયોગ ?
જે લોકોના વાળ સમય પહેલા જ સફેદ થવા લાગ્યા હોય તેમણે વાળ ઉપર લીમડાના પાનની પેસ્ટ લગાડવી જોઈએ. તેના માટે લીમડાના પાનને સારી રીતે ધોઈ તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ પેસ્ટમાં અડધો કપ દહીં ઉમેરીને તેને વાળમાં સારી રીતે લગાડો. 30 મિનિટ સુધી વાળમાં આ પેસ્ટ લગાવો અને પછી હુંફાળા પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વખત તમે આ ઉપાય કરશો એટલે વાળ કાળા થવા લાગશે.
જે લોકોને ખરતા વાળની સમસ્યા હોય તેમના માટે પણ લીમડાના પાન ફાયદાકારક છે. ખરતા વાળને અટકાવવા અને નવા વાળ ઉગાડવા માટે એક વાટકી નાળિયેર તેલને ગરમ કરી તેમાં લીમડાના પાન ઉમેરી ઉકાળો. જ્યારે તેલનો રંગ બદલી જાય ત્યારે ગેસ બંધ કરી તેલને ઠંડુ થવા દો. તેલ ઠંડુ થાય પછી આ તેલથી વાળના મૂળમાં માલીશ કરો અને રાત આખી રહેવા દો. બીજા દિવસે વાળને શેમ્પુ કરી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે