Valentine Special: વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને કરવા માંગો છો ખુશ, તો આપજો આ Gifts

આમ તો છોકરીઓને આપવા માટે ઘણી બધી ગિફ્ટ મળી રહે પણ અમુક ગિફ્ટ એવી છે કે, જે આપવાથી કોઈ પણ છોકરી ખુશ થઈ જશે. એવી જ બેસ્ટ ગિફ્ટનો ખજાનો અમે આ આર્ટિકલમાં આપના માટે લઈને આવ્યાં છીએ.

Valentine Special: વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને કરવા માંગો છો ખુશ, તો આપજો આ Gifts

ઝી બ્યૂરો, અમદાવાદઃ 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે (Valentine Day) ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હાલ સૌ કોઈના મનમાં એ જ વિચાર હશે કે તે પોતાના વેલેન્ટાઈનને શું ગિફ્ટ(Gift) આપે. એવું તો શું આપે કે જેનાથી સામવાળું પાત્ર ખુશખુશાલ થઈ જાય. પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવાનું વિચારી રહેલા દરેક છોકરાઓ હાલ કન્ફ્યૂઝ હશે. આમ તો છોકરીઓને આપવા માટે ઘણી બધી ગિફ્ટ મળી રહે પણ અમુક ગિફ્ટ એવી છે કે, જે આપવાથી કોઈ પણ છોકરી ખુશ થઈ જશે. ત્યારે જો તમે પણ ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા બાબતે કન્ફ્યૂઝ થઈ ગયા છો તો આ જાણી લો. આ 10 ગિફ્ટ આપવાથી ગર્લફ્રેન્ડ થઈ જશે ખુશ.

 

1. ડાયમંડ રિંગ
ગર્લફ્રેન્ડને આપવા માટે સૌથી બેસ્ટ ગિફ્ટ છે ડાયમંડ રિંગ. કદાચ તમે પહેલાં ડાયમંડ રિંગ આપી ચૂક્યા હશો અથવા તો આપવાનું વિચારતા હશો. તો જાણી લો કે, છોકરીઓને ચાંદીની ડાયમંડ રિંગ ખૂબ જ પસંદ આવે છે. સાથે જ જો રિંગ પર કોઈ પ્રેમભર્યું લખાણ લખ્યું હશે તો તે વધુ ખુશ થઈ જશે.

2. સોફ્ટ ટોઈઝ
લગભગ દરેક છોકરીઓને સોફ્ટ ટોઈઝ પસંદ હોય છે. ટેડી બિયરથી માંડીને અન્ય કોઈપણ પ્રકારના સોફ્ટ ટોઈઝ જો તમે ગર્લફ્રેન્ડને આપશો તો તે ચોક્કસથી ખુશ થઈ જશે. ત્યારે હાલ વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે ત્યારે તમે તમારી ગર્લફ્રેન્ડને રેડ કલરનું કોઈપણ સોફ્ટ ટોઈઝ આપશો તો તે ખુશ થઈ જશે.

3. બ્રેસલેટ અને ચેઈન
વેલેન્ટાઈન ડે પર તમે ગર્લફ્રેન્ડને કોઈ ખાસ લખાણ લખેલું બ્રેસલેટ અથવા તો ચેઈન આપી શકો છો. નામ કે અક્ષર લખેલું બ્રેસલેટ અને ચેઈન લગભગ દરેક છોકરીઓને ગમતું હોય છે. ત્યારે તમે તમારી ગર્લફ્રેન્ડને બ્રેસલેટ કે ચેઈન પણ આપી શકો છો.

4. ચોકલેટ ગિફ્ટ હેમ્પર
ચોકલેટ આપવાથી લગભગ દરેક છોકરીઓ ખુશ થઈ જતી હોય છે. કેમ કે, છોકરીઓને ચોકલેટ પસંદ હોય છે. માટે તમે ક્યૂટ ગિફ્ટ આપવા માગતા હોય તો અલગ અલગ ચોકલેટ મિક્ષ કરીને એક ગિફ્ટ હેમ્પર આપી શકો છો.

5. રેડ રોઝ
વેલેન્ટાઈન ડે એટલે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ. પ્રેમ વ્યક્ત કરવા માટે બેસ્ટ ઓપ્શન છે રેડ રોઝ. માટે તમે તમારી ગર્લફ્રેન્ડ કે વાઈફને રેડ રોઝ આપી શકો છો. આ દિવસ માટે રેડ રોઝએ બેસ્ટ ગિફ્ટ કહી શકાય. જેનાથી કોઈપણ ખૂશ થઈ જાય.

6. શોપિંગ વાઉચર
દરેક છોકરીને શોપિંગ કરવી ખૂબ ગમે છે. માટે જો તમે એને શોપિંગ કરાવશો અથવા તો ગિફ્ટનામ શોપિંગ વાઉચર આપશો તો તે ખુશ થઈ જશે. આમ વેલેન્ટાઈન ડેમાં તમે શોપિંગ વાઉચર પણ ગિફ્ટ તરીકે આપી શકો છે. જે બેસ્ટ ઓપ્શન છે.

7. પ્રેમભરી યાદોની સ્ક્રેપ બુક
સ્ક્રેપ બુકએ વેલેન્ટાઈન પર પાર્ટનરને ગિફ્ટ કરનારી સૌથી અનમોલ ભેટ કહી શકાય. તમે પ્રેમભરી યાદોની એક સ્ક્રેપ બુક તૈયાર કરીને પાર્ટનરને આપી શકો છો. આ સ્ક્રેપ બુકમાં તમે તમારા સારા સારા ફોટો લગાવી શકો છો. અને સાથે જ તમે અમુક કેપ્શન પણ લખી શકો છો.

8. રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનર ડેટ
તમે વેલેન્ટાઈન ડેને એક રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનર સાથે પણ શાનદાર બનાવી શકો છો. તે માટે તમે કોઈ શાંત જગ્યા પસંદ કરી શકો છો. તમે સરપ્રાઈઝ ડિનર પણ આપી શકો છો. જેમાં એક સારી જગ્યા, લવલી ડેકોરેશન અને સાથે જ રોમેન્ટિક બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું અરેંજમેન્ટ કરી શકો છો.

9. લવ લેટર
તમારા પાર્ટનર માટે લવ લેટર એક બેસ્ટ ગિફ્ટ હોય શકે. તમે જે વાત ફેસ ટુ ફેસ ન કહી શક્યા હોય તો તે લવ લેટર થ્રૂ કહી શકો છો. વેલેન્ટાઈન ડે પર એક શાનદાર અને પ્રેમભર્યો લવ લેટર આપી શકો છો. જે જીવનભર યાદ રહી જશે.

10. હોમ સિનેમા નાઈટ
જો તમે આ વેલેન્ટાઈન ડેને રોમેન્ટિક બનાવવા માગો છો તો તમારા પાર્ટનર સાથે એક હોમ સિનેમા નાઈટનું આયોજન કરી શકો છે. જે સૌથી બેસ્ટ અને શાનદાર ગિફ્ટ કહી શકાય. ઘરે જ સિનેમા નાઈટ સાથે પસંદગીનું જમવાનું મંગાવીને સરપ્રાઈઝન આપી શકો છો. અને વેલેન્ટાઈન ડેના ખાસ દિવસે કોઈ રોમેન્ટિક મૂવી જોઈને તેને સ્પેશિયલ બનાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news