Summer Skin Care: ઉનાળામાં આ 3 ઘરગથ્થુ વસ્તુઓથી કરો સ્કીન કેર, ગરમીમાં પણ બેદાગ અને સુંદર દેખાશે ચહેરો
Summer Skin Care: તડકાના કારણે ત્વચાની રોનક છીનવાઈ જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે તમે ઉનાળામાં ત્વચાની ખાસ રીતે સંભાળ રાખો. આજે તમને 3 સરળ ઘરેલુ ફેસપેક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ઉનાળામાં ત્વચા નિખરે છે.
Trending Photos
Summer Skin Care: ઉનાળાની શરુઆત સાથે જ તાપમાનનો પારો ઉચકાવા લાગ્યો છે. ગરમીના કારણે સ્વાસ્થ્ય પર સૌથી પહેલા અસર થાય છે. ગરમીમાં ડિહાઈડ્રેશન થઈ શકે છે અને શરીરમાં પાણીની ઊણપ સર્જાય તો સ્વાસ્થ્ય ખરાબ થાય છે. સાથે જ આ સમયમાં ત્વચા સંબંધિત સમસ્યા પણ વધી જાય છે. તડકાના કારણે ત્વચાની રોનક છીનવાઈ જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે તમે ઉનાળામાં ત્વચાની ખાસ રીતે સંભાળ રાખો. આજે તમને 3 સરળ ઘરેલુ ફેસપેક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ઉનાળામાં ત્વચા નિખરે છે.
ઉનાળા માટેના ઘરેલુ ફેસપેક
સંતરાનો ફેસપેક
સંતરા આપણી સ્કીન માટે ખૂબ જ સારા ગણાય છે. તેમાં વિટામીન સી હોય છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેના ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર અને બેદાગ બને છે. તેના માટે સંતરાની છાલને સુકવી તેનો પાવડર બનાવી લેવો. આ પાવડરને દહીં સાથે મિક્સ કરી ચહેરા અને ગરદન પર અપ્લાય કરો.
મધ અને લીંબુ
સ્કીન માટે મધ અને લીંબુ પણ ફાયદાકારક છે. તેનો ઉપયોગ બ્યુટી પ્રોડકટમાં પણ થાય છે. તેના માટે 1 ચમચી કોફી પાવડરમાં મધ અને લીંબુ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર 10 મિનિટ માટે લગાવો અને પછી ચહેરાને સાફ કરી લો. આ બંને વસ્તુ ચહેરા માટે બ્લીચિંગ એજન્ટનું કામ કરે છે.
ચોખાનો ફેસપેક
સ્કીન કેર માટે ચોખાનો લોટ પણ લાભકારી છે. ચોખાના લોટમાં ટમેટાનો રસ ઉમેરી ફેસપેક બનાવી લેવો. તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. 15થી 20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. તેનાથી ત્વચા પર ગ્લો વધી જાશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે