શું તમે પ્રેમ અને ક્રશમાં Confused છો? આ રીતે ખબર પડશે હાલ-એ-દિલ
જ્યારે તમે કોઇને પસંદ કરો છો અને તે વ્યક્તિ તમારાથી દૂર જતું રહે છે, પરંતુ થોડા દિવસોમાં જ તમે તેને ભૂલી જાવ છો તો સમજો તે તમારો ક્રશ હતો.
Trending Photos
નવી દિલ્હી: મોટાભાગે યુવાનો (Youth)ને સમજાતું નથી કે તેમને કોઇની સાથે પ્રેમ (Love) થઇ ગયો છે કે પછી તે તેનો ફક્ત (Crush) છે. કોલેજના દિવસોમાં મોટાભાગે યુવા પ્રેમ અને ક્રશના અનોખા કોયડામાં ગુંચવાયેલા રહો છો. ઘણીવાર તો યુવાનો પોતાના ક્રશને જ પ્રેમ સમજી લે છે અને પોતાને નુકસાન સુધી પહોંચાડી લે છે.
પ્રેમ અને ક્રશ વચ્ચેનું અંતર સમજવું જરૂરી
ઘણીવાર લોકો પોતાના ક્રશ (Crush)ને પ્રેમ (Love) સમજી તેના પાછળ દોડતા રહે છે અને આખરે તેના હાથમાં લાગે છે ફક્ત ઉદાસી. આજે અમે તમને કેટલીક એવી રિલેશનશિપ ટિપ્સ (Relationship Tips) જણાવીશું, જેને તમે પ્રેમ અને ક્રશ વચ્ચેનો ફરક સમજી શકશો. }
ચહેરા અને સ્વભાવથી જાણો અંતર
જોઇ તમને કોઇનો ચહેરો પસંદ છે અને તેને વારંવાર જોવાનું મન કરે છે તો સમજી લો કે તે તમારો ક્રશ (Crush) છે. તો બીજી તરફ જો તમને કોઇનો વ્યવહાર, તેની વાતો, અને ખૂબીઓ તમારા મને ગમી રહી છે અને દરરોજ તેના તરફ આકર્ષિત થઇ રહ્યા છો તો સમજો આ સાચો પ્રેમ છે.
અંતર ખોલી દે છે રાજ
જ્યારે તમે કોઇને પસંદ કરો છો અને તે વ્યક્તિ તમારાથી દૂર જતું રહે છે, પરંતુ થોડા દિવસોમાં જ તમે તેને ભૂલી જાવ છો તો સમજો તે તમારો ક્રશ હતો. સાચો પ્રેમ દૂર થઇને પણ ક્યારેય દિલની યાદોથી દૂર જતો નથી.
ઇમાનદારીથી ખબર જાણો પ્રેમ છે કે ક્રશ
જ્યારે તમે કોઇની સાથે પ્રેમ (Love) સંબંધ હોવ છો તો તે પ્રકારની વાતો કોઇ બીજા કોઇની સાથે કરવાનું મન થતું નથી. તો બીજી તરફ તમારું કોઇના પર ક્રશ (Crush) થાય છે તો તમે કોઇ બીજા સાથે જ પ્રેમની વાતો કરી લો છો. આમ કરવામાં તમને બિલકુલ પણ પસ્તાવો થતો નથી.
ભાવનાઓ ખોલે છે પ્રેમ અને ક્રશની પોલ
જ્યારે તમે કોઇને સાચો પ્રેમ (True Love) કરો છો તો તેનું સન્માન, તેની દરેક નાની મોટી વાતોનો ખ્યાલ રાખો છો પરંતુ જ્યારે તમારું કોઇના પર ક્રશ (Crush) થાય છે તો તમને તેની ભાવનાઓને કોઇ કદર હોતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે