Alert! લિંગની સાઈઝ વધારવાના મોહમાં કેટલાક પુરુષો આડેધડ વાપરી રહ્યા છે આ વસ્તુ, એક્સપર્ટે આપી ચેતવણી
Trending Photos
દુનિયામાં અનેક પુરુષો પોતાના પ્રાઈવેટ પાર્ટ (Penis) ની લંબાઈને સેક્સ પાવર સાથે જોડે છે. આ પાર્ટની લંબાઈ વધારવા માટે હાલ એવું જાણવા મળ્યું છે કે કેટલાક લોકો Apple Cider Vinegar એટલે કે એપલ વિનેગરનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી પેનિસની માલિશ કરી રહ્યા છે. પરંતુ શું આ ખરેખર એવું અસરકારક છે ખરું...જાણો વિસ્તૃત માહિતી.
લોકો મોબાઈલ પર જુએ છે પોર્ન ફિલ્મો
આજકાલ પોર્ન ફિલ્મો જોવી એ સામાન્ય થઈ ગયું છે. સરકારે ભલે પોર્ન વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવી રાખ્યો હોય પરંતુ આ વેબસાઈટ્સ સતત પોતાનું નામ બદલીને ઓપરેટ કરી રહી છે. મોબાઈલ ફોન અને ડેટાની ઘટતી કિંમતોના કારણે પણ લોકો હવે પોતાના ફોનમાં આવી સાઈટ્સ સરળતાથી એક્સેસ કરી શકે છે.
પ્રાઈવેટ પાર્ટની સાઈઝ વધારવાનો દાવો
આ વેબસાઈટ્સમાં પોર્ન ફિલ્મો દરમિયાન અનેક જાહેરાતો પણ દેખાડવામાં આવે છે. જેમાં પુરુષોના લિંગની લંબાઈ વધારવા માટે ગોળી ખાવા, તેના પર એપલ વિનેગર લગાવવા જેવા ઉપાયો જણાવવામાં આવે છે. મોટાભાગની પોર્ન સાઈટ્સ પર દાવો થાય છે કે આમ કરવાથી પ્રાઈવેટ પાર્ટ(Penis) ની સાઈઝ પહેલા કરતા 65 ટકા વધી જશે. તેમના સેક્સ પાવરમાં પણ વધારો થશે અને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા દૂર થશે.
ગુપ્તાંગ પર એપલ વિનેગર લગાવવાથી નુકસાન થાય
હફપોસ્ટના રિપોર્ટ મુજબ પોર્ન વેબસાઈટ્સ પર આ પ્રકારના દાવા જોયા બાદ અનેક પુરુષો પોતાના પ્રાઈવેટ પાર્ટ (Penis) ને મોટું કરવા માટે તેના પર Apple Cider Vinegar લગાવી રહ્યા છે. જો કે આમ કરવાથી ફાયદાની જગ્યાએ તેમને નુકસાન વધુ થઈ રહ્યું છે. વિનેગરથી માલિશ કરવાના કારણે પુરુષોને બળતરા અને સંક્રમણની ફરિયાદો થવા લાગી છે.
લિંગની સાઈઝ વધારવાની કોઈ રીત નથી!
સેક્સ સ્પેશિયાલિસ્ટ Ruby Payne કહે છે કે દુનિયામાં એવી કોઈ રીત નથી કે જેનાથી પ્રાઈવેટ પાર્ટ (Penis) ની સાઈઝ વધારી શકાય. જે પ્રકારે વ્યક્તિના હાથ-પગ સહિત અન્ય અંગોની સાઈઝ વધારી શકાતી નથી. તે જ રીતે લિંગનો આકાર પણ વધારી શકાય નહીં. આથી જેમને કુદરત પાસેથી જે પ્રાઈવેટ પાર્ટ મળ્યો છે તેને જ પ્રેમ કરતા શીખવું પડશે.
સારા પરફોર્મન્સ માટે સાઈઝ મેટર કરતી નથી
Ruby Payne કહે છે કે બેડરૂમમાં સારા પરફોર્મન્સ માટે પ્રાઈવેટ પાર્ટની સાઈઝ કોઈ મહત્વ ધરાવતી નથી. ત્યાં કપલનો એકબીજા પ્રત્યેના પ્રેમની ચાહત અને ફોર પ્લે વધુ મેટર કરે છે. તે કહે છે કે પુરુષ પોતાના લિંગની સાઈઝ વધારવા માટે તેના પર વિનેગર ન લગાવે. આમ કરવાથી તેમનું આ નાજુકઅંગ ઘાયલ કે સંક્રમણનો ભોગ બની શકે છે. રૂબી કહે છે કે પોર્ન વેબસાઈટ્સ પર દેખાડવામાં આવતી જાહેરાતો પોતાનો સામાન વેચવા માટે માર્કેટિંગનો ફંડા હોય છે. તેમના દાવામાં કોઈ સચ્ચાઈ હોતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે