Litchi Benefits: ચહેરાની સુંદરતાને ચારગણી વધારી દેશે લીચી, બસ આ રીતે ત્વચા પર કરો લીચીનો ઉપયોગ

Litchi Benefits: લીચીમાં જે વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તે વધતી ઉંમરની અસરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. એટલે કે તે એન્ટી એજીંગ એજન્ટ તરીકે કામ કરે છે. વધતી ઉંમરની સાથે શરીર માટે જરૂરી રેડિકલ્સનું નિર્માણ પણ લીચી કરે છે.

Litchi Benefits: ચહેરાની સુંદરતાને ચારગણી વધારી દેશે લીચી, બસ આ રીતે ત્વચા પર કરો લીચીનો ઉપયોગ

Litchi Benefits: ઉનાળામાં સીઝનલ ફળોની વાત કરીએ તો કેરી પછી લોકોને લીચી ખાવી પસંદ હોય છે. લીચી ખાવાથી ફાયદા પણ ઘણા થાય છે. ઉનાળામાં આ રસદાર ફળ સ્વાસ્થ્યને ઘણા લાભ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે લીચી ચહેરાની સુંદરતા પણ વધારે છે ? લીચી ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરમાં પાણીની ખામી સર્જાતી નથી. તેની સાથે જ લીચીનો ગર ચહેરાને હેલ્ધી અને સુંદર બનાવે છે. આજે તમને લીચીથી ચહેરાને થતા ફાયદા વિશે જણાવીએ અને સાથે જણાવીએ કે તેને કેવી રીતે ચહેરા પર લગાડવી. 

લીચીથી ત્વચાને થતા ફાયદા 

એન્ટી એજિંગ

લીચીમાં જે વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તે વધતી ઉંમરની અસરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. એટલે કે તે એન્ટી એજીંગ એજન્ટ તરીકે કામ કરે છે. વધતી ઉંમરની સાથે શરીર માટે જરૂરી રેડિકલ્સનું નિર્માણ પણ લીચી કરે છે. લીચીમાં એવા તત્વો પણ હોય છે જે હાનિકારક રેડિકલ્સથી ત્વચાને બચાવે છે. 

ડાઘ દૂર થશે 

દરેકની ઈચ્છા હોય છે કે તેની ત્વચા બેદાગ અને સાફ હોય. ચહેરા પર બ્લેકહેડ ન હોય અને કોઈ પણ પ્રકારના નિશાન પણ ન હોય. આવી ફ્લો લેસ ત્વચા મેળવવી હોય તો લીચી તમારા માટે બેસ્ટ છે. વિટામીન સીથી ભરપૂર લીચી ત્વચાને બેદાગ બનાવવાનું કામ કરે છે. 

સનબર્નથી બચાવશે 

ઉનાળામાં સનબર્ન સૌથી વધુ થાય છે. તડકાના કારણે ત્વચા ટૈન થઈ જાય છે અને લાલ પડવા લાગે છે. લીચીમાં વિટામિન ઈ હોય છે જે ત્વચાને ઠંડક આપે છે અને સાથે જ બળતરા, રેડનેસ અને ખંજવાળ મટાડે છે. 

ઓઈલી સ્કિન માટે બેસ્ટ 

જે લોકોની ત્વચા ઓઈલી હોય છે તેમણે લીચીનો ઉપયોગ કરવો જોઈએ. લીચીનો ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે અને ત્વચા ઓઇલ ફ્રી બને છે. તેનાથી ત્વચા સોફ્ટ બને છે. 

ચહેરા માટે લીચીનો કેવી રીતે કરવો ઉપયોગ ?

- જો તમારી ત્વચા ઓઇલી હોય તો લીચીના જ્યુસમાં અથવા તો લીચીની પેસ્ટમાં ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાડો 10 થી 15 મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. 

- તડકાના કારણે જો ત્વચા ટેન થઈ ગઈ હોય તો લીચીની પેસ્ટમાં વિટામીન ઈની કેપ્સુલ ઉમેરી ચહેરા પર 20 મિનિટ માટે લગાડો. તેનાથી સનબર્ન, ત્વચાની રેડનેસ અને બળતરા દૂર થઈ જશે. 

- લીચીની પેસ્ટ બનાવીને ચેહરા પર 15 મિનિટ માટે લગાવો. નિયમિત તેનો ઉપયોગ કરવાથી ત્વચા સ્મુધ અને ફલોલેસ દેખાશે. 

- કેળાના એક ટુકડાની પેસ્ટ બનાવી તેમાં ત્રણથી ચાર લીચીનો ગર ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. 15 થી 20 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news