IRCTC આપી રહ્યું છે બેંકોક અને પટાયા ફરવાની તક, રહેવું-ખાવું બધુ ફ્રી
IRCTC Thailand Air Tour Package: જો તમે પણ નવા વર્ષે વિદેશ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે કામના સમાચાર છે. આઇઆરસીટીસીએ એવા લોકો માટે શાનદાર ઓફર કરી છે. આવો જાણીએ આ પેકેજ વિશે બધુ જ.
Trending Photos
IRCTC Thailand Tour Package: જો તમે પણ નવા વર્ષમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે આ સમાચાર જરૂર વાંચી લો. રેલવે તમારા માટે શાનદાર ટૂર પેકેજ લઇને આવ્યું છે. આ ખાસ પેકેજમાં તમે ખૂબ ઓછા પૈસામાં વિદેશ યાત્રા કરી શકો છો. જોકે નવા વર્ષના આ ખાઅ અવસર પર IRCTC 5 રાત અને 6 દિવસનું શાનદાર પેકેજ લાવી રહ્યું છે. આ પેકેજમાં તમે નવા વર્ષ ઓછા ખર્ચે થાઇલેન્ડ ફરી શકો છો. આવો જાણીએ આ પેકેજ વિશે..
જાણો પેકેજ વિશે
આઇઆરસીટીસીએ 'થાઇલેન્ડ સ્પ્રિંગ ફેસ્ટિવલ ટૂર' નામથી ટૂર ઓફર કરી રહ્યું છે. આ ટૂર 21 જાન્યુઆરીથી શરૂ થઇને 26 જાન્યુઆરી સુધીની છે. તેના હેઠળ ટ્રાવેલરને કલકત્તાથી થાઇલેન્ડ (Kolkata to Thailand) ની સફર કરાવશે. એટલે કે આ ટૂર કલકત્તાથી શરૂ થશે. તેમાં પહેલાં યાત્રી કલકત્તાથી બેંકોક જશે પછી ત્યાંથી પટાયા લઇ જવામાં આવશે. તમને જાણીને ખુશી થશે કે IRCTC ના આ ધાંસૂ પેકેજમાં રહેવા ખાવાની તમામ જરૂરી વસ્તુ સામેલ કરવામાં આવી છે. વધારાના કોઇપણ ખર્ચ માટે તમારે અલગથી પૈસા આપવા નહી પડે.
આ પણ વાંચો: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો: ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો: Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું
મળશે આ જોરદાર સુવિધાઓ
- આ પેકેજમાં તમને IRCTC ની માફક રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે.
- આ ઉપરાંત હોટથી આગળ ફરવા જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવશે.
- ભોજન અને બ્રેકફાસ્ટ પણ પણ IRCTC તરફથી હશે.
- અહીં તમને ફરવા માટે એક ગાઇડની પણ સુવિધા આપવામાં આવશે.
કેટલો આવશે ખર્ચ?
હવે વાત કરીએ ખર્ચની તો આઇઆરસીટીસીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારીના અનુસાર is પેકેજ હેઠળ થાઇલેન્ડ જવા માટે સિંગલ યાત્રીને 54350 રૂપિયા અને ડબલ યાત્રી માટે પ્રતિ વ્યક્તિના મુજબથી 46100 રૂપિયા થશે. તો બીજી તરફ આ પેકેજ હેઠળ ત્રણ લોકો 46100 રૂપિયા આપવા પડશે.
કેવી રીતે કરશો ટિકિટ બુક?
જો તમે પણ થાઇલેન્ડ ફરવા માંગો છો તો તેના માટે તમે IRCTC ની વેબસાઇટ પર જઇને વિસ્તૃત જાણકારી લઇ શકે છે.
આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે