Skin Rashes: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખા
Home Remedies for Skin Rashes: ગરમીના કારણે શરીર જે જગ્યાએ પરસેવો વધારે થાય છે ત્યાં રેશ થવાની અને ખંજવાળ આવવાની સમસ્યા પણ વધી જાય છે. આ સ્થિતિ પાણીની ઊણપના કારણે પણ સર્જાઈ શકે છે. તેવામાં જરૂરી થઈ જાય છે કે ઉનાળામાં તમે ત્વચાનું ખાસ ધ્યાન રાખો.
Trending Photos
Home Remedies for Skin Rashes: ઉનાળામાં સતત વધતા તાપમાનના કારણે સ્વાસ્થ્ય અને ત્વચા પ્રભાવિત થાય છે. ખાસ તો પરસેવાના કારણે ત્વચા પર રેશ અને ખંજવાળ વધારે આવે છે. તડકાના કારણે પણ સ્કીન ડેમેજ થાય છે. ગરમીના કારણે શરીર જે જગ્યાએ પરસેવો વધારે થાય છે ત્યાં રેશ થવાની અને ખંજવાળ આવવાની સમસ્યા પણ વધી જાય છે. આ સ્થિતિ પાણીની ઊણપના કારણે પણ સર્જાઈ શકે છે.
તેવામાં જરૂરી થઈ જાય છે કે ઉનાળામાં તમે ત્વચાનું ખાસ ધ્યાન રાખો. જે લોકોને વધારે પરસેવો થતો હોય તેમણે વધારે તકેદારી રાખવાની સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. આજે તમને કેટલાક એવા દેશની નુસખા પણ જણાવીએ જેને અપનાવીને તમે ઉનાળામાં થતી સ્કીન પ્રોબ્લેમને દુર કરી શકો છો.
રેશ અને ખંજવાળને દુર કરવાના 4 અકસીર ઉપાય
- જે લોકોની સ્કીન ડ્રાય હોય છે તેમને વધારે સ્કીન કેરની જરુર પડે છે. જો ડ્રાય સ્કીન હોય અને રેશ થઈ જાય તો બરફના ટુકડાથી મસાજ કરવાનું રાખો. તેનાથી સ્કિનને ઠંડક મળશે અને બળતરાથી પણ રાહત મળશે.
- સ્કીન સંબંધિત સમસ્યામાં નાળિયેરનું તેલ પણ ઉપયોગી છે. નાળિયેરના તેલમાં કપૂર પીસીને મિક્સ કરી પ્રભાવિત ત્વચા પર લગાવો. દિવસમાં બે વાર આ તેલનો ઉપયોગ કરશો એટલે ઝડપથી રાહત મળશે.
- જો તમને વધારે પરસેવો થાય છે અને તેના કારણે ત્વચા પર રેશ અને ખંજવાળ આવે છે તો ફટકડીને પીસીને પાણીમાં ઘોળી લગાવો. આ આયુર્વેદિક ઉપાય ખૂબ જ કારગર છે.
- ત્વચા પર ખંજવાળ, એલર્જી, સોજો કે બળતરા છે તો સંક્રમિત જગ્યા પર એલોવેરા અને કાચી કેરીની આ પેસ્ટ લગાવો. તેના માટે કાચી કેરીની પેસ્ટ બનાવી તેમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પછી સ્કીન પર 10 મિનિટ માટે લગાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે