Dry Hair: વાળ ઝાડૂ જેવા રુક્ષ થઈ ગયા છે? તો વાળમાં લગાડો આ 2 વસ્તુ, સિલ્કી અને શાઈની થઈ જશે વાળ

Dry Hair: વારંવાર કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળ બેજાન અને ડ્રાય થઈ જાય છે. જો તમારા વાળ પણ ડ્રાય થઈ ગયા હોય તો આજે તમને એલોવેરા જેલનું હેર માસ્ક બનાવવાની રીત જણાવીએ. આ હેર માસ્ક એવું છે જેનો ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થઈ જશે. સાથે જ વાળ મજબૂત બનશે અને વાળની પહેલા જેવી ચમક ફરીથી દેખાવા લાગશે.

Dry Hair: વાળ ઝાડૂ જેવા રુક્ષ થઈ ગયા છે? તો વાળમાં લગાડો આ 2 વસ્તુ, સિલ્કી અને શાઈની થઈ જશે વાળ

Dry Hair: વાળ કોઈ પણ વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે. વાળ સુંદર રહે તે માટે તેની સંભાળ રાખવી પણ જરૂરી હોય છે. વાળની સંભાળ રાખતા ઘણા બધા પ્રોડક્ટ બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તેમાંથી કેટલાક પ્રોડક્ટમાં હાનિકારક કેમિકલનો ઉપયોગ થયો હોય છે જે વાળને પોષણ આપવાને બદલે વધારે નુકસાન કરે છે. વારંવાર કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળ બેજાન અને ડ્રાય થઈ જાય છે. જો તમારા વાળ પણ ડ્રાય થઈ ગયા હોય તો આજે તમને એલોવેરા જેલનું હેર માસ્ક બનાવવાની રીત જણાવીએ. આ હેર માસ્ક એવું છે જેનો ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થઈ જશે. સાથે જ વાળ મજબૂત બનશે અને વાળની પહેલા જેવી ચમક ફરીથી દેખાવા લાગશે.

હેર માસ્ક કેવી રીતે બનાવવું

આ પણ વાંચો:

છ ચમચી એલોવેરા જેલ
પાંચ ચમચી દહીં
ત્રણ ચમચી નાળિયેરનું તેલ

એલોવેરા જેલ માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો ? 

એક બાઉલમાં ઉપરોક્ત બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ પેસ્ટને વાળના મૂળમાં અને વાળની લેન્થ ઉપર સારી રીતે લગાડો. માસ્ક ને 30 મિનિટ સુધી વાળમાં રહેવા દો અને પછી સાફ પાણીની મદદથી વાળને ધોઈ લો. આ માસ લગાડ્યા પછી માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો અને કન્ડિશનર કરવું. તમે નિયમિત આ માસ્કનો ઉપયોગ કરશો એટલે વાળની ડ્રાયનેસ ધીરે ધીરે દૂર થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news