Hair Care: ઘરે આ રીતે બનાવેલું વરિયાળીનું તેલ લગાવશો વાળમાં તો ખરતાં વાળની સમસ્યા થશે દુર

Hair Care: વરીયાળીનો ઉપયોગ તમે મુખવાસ માટે કરતા હશો. પરંતુ આ વરીયાળી તમારા વાળની સમસ્યાને પણ દૂર કરી શકે છે. વરીયાળીનો ઉપયોગ કરીને તમે ખરતા વાળ, સફેદ થતા વાળ, માથામાં થયેલું ઇન્ફેક્શન પણ દૂર કરી શકો છો. 

Hair Care: ઘરે આ રીતે બનાવેલું વરિયાળીનું તેલ લગાવશો વાળમાં તો ખરતાં વાળની સમસ્યા થશે દુર

Hair Care: જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો તો રસોડામાં રાખેલી આ વસ્તુ તમારા કામની છે. આમ તો રસોડાની અનેક વસ્તુઓ ત્વચા અને વાળ માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આવી જ એક વસ્તુ છે વરીયાળી. વરીયાળીનો ઉપયોગ તમે મુખવાસ માટે કરતા હશો. પરંતુ આ વરીયાળી તમારા વાળની સમસ્યાને પણ દૂર કરી શકે છે. વરીયાળીનો ઉપયોગ કરીને તમે ખરતા વાળ, સફેદ થતા વાળ, માથામાં થયેલું ઇન્ફેક્શન પણ દૂર કરી શકો છો. 

આ પણ વાંચો: 

ખરતા વાળ સહિતની સમસ્યાઓને દૂર કરવી હોય તો વરિયાળીનું તેલ ઉત્તમ ઉપાય છે. વરીયાળીનું તેલ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. વરીયાળીનું તેલ ઘરે બનાવવા માટે અડધો કપ વરિયાળી લેવી અને એક કપ નાળિયેર અથવા તો ઓલિવ ઓઇલ લેવું. હવે એક વાસણમાં તેલ લઈ તેમાં વરીયાળી ઉમેરી અને તેને બરાબર ઉકાળો. થોડીવાર માટે તેલ ને ધીમા તાપે ઉકાળો અને પછી ઠંડુ થવા દો. તેલ ઠંડુ થઈ જાય એટલે તેને ગાળી અને સ્ટોર કરો. 

વરીયાળીનું તેલ લગાડવાના ફાયદા

વાળમાં વરિયાળીનું તેલ લગાડવાથી વાળને જરૂરી પ્રોટીન અને મોઈશ્ચર મળે છે. જેના કારણે વાળનો ગ્રોથ વધે છે અને વાળ શાઈની બને છે. આ સિવાય ફ્રી રેડીકલ્સ ના કારણે થતું નુકસાન પણ અટકે છે.

વરીયાળીનું તેલ લગાડવાથી નબળા અને પાતળા થયેલા વાળ મજબૂત બને છે. કારણ કે આ તેલ હેર પોર્સને પોષણ આપે છે. તેનાથી વાળ મજબૂત બને છે અને ખરતા અટકે છે. આ તેલનું નિયમિત ઉપયોગ કરવાથી વાળ ઝડપથી લાંબા થાય છે અને કાળા પણ રહે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news