Skin Care: શિયાળામાં ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે સ્કીન કેર રુટીનમાં સામેલ કરો આ 3 માંથી કોઈ એક તેલ

Skin Care: જો તમારે પણ તમારી ત્વચાની રોનક શિયાળામાં વધારવી હોય અને ડ્રાય સ્કિનની તકલીફ દૂર કરવી હોય તો તમે શિયાળામાં સ્કીન કેર રૂટિનમાં આ ત્રણ તેલનો ઉપયોગ કરી શકો છો.

Skin Care: શિયાળામાં ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે સ્કીન કેર રુટીનમાં સામેલ કરો આ 3 માંથી કોઈ એક તેલ

Skin Care: શિયાળામાં ત્વચા ડ્રાય થઈ જાય તે સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિ સાથે આવું થાય છે. પરંતુ ઘણા લોકો શિયાળામાં પોતાના સ્કીન કેર રૂટીન પર ખાસ ધ્યાન આપતા હોય છે તેથી તેમની ત્વચા શિયાળામાં પણ સુંદર દેખાય છે. જો તમારે પણ તમારી ત્વચાની રોનક શિયાળામાં વધારવી હોય અને ડ્રાય સ્કિનની તકલીફ દૂર કરવી હોય તો તમે શિયાળામાં સ્કીન કેર રૂટિનમાં આ ત્રણ તેલનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં ત્વચા પર ગ્લો લાવવા માટે તમે વધારે પ્રમાણમાં બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરો તેના કરતાં આ ત્રણમાંથી કોઈ એક તેલનો નિયમિત ઉપયોગ કરશો તો ઝડપથી ફાયદો દેખાશે. 

શિયાળામાં સ્કીન કેર રૂટિનમાં તેલનો ઉપયોગ કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે ત્વચા સુધી હાનિકાર કેમિકલ પહોંચતા નથી અને ત્વચાનો કુદરતી ગ્લો વધે છે. કેટલાક લોકો એવું માને છે કે ત્વચા પર તેલ લગાડવું હાનિકારક છે પરંતુ આવું જરા પણ નથી. શિયાળામાં સ્કીન ડ્રાય થઈ ગઈ હોય તો તેના પર તેલ લગાડવાથી ત્વચા હાઈડ્રેટ થાય છે અને ત્વચામાં મોઈશ્ચર જળવાઈ રહે છે. તો જો તમે પણ ઠંડીમાં ત્વચાની ડ્રાઇનેસ, ફાટેલી એડી, ફાટેલા હોઠ અને ડ્રાય સ્કેલ્પથી પરેશાન છો તો તમે આ ત્રણ તેલનો ઉપયોગ કરીને ત્વચાની સંભાળ રાખી શકો છો.

નાળિયેર તેલ

ઠંડીના દિવસોમાં નાળિયેર તેલ જામી જાય છે. તેથી જો ત્વચા પર તેનો ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરતા પહેલા તેને થોડું ગરમ કરી લેવું. નાળિયેર તેલ હુંફાળું ગરમ હોય ત્યારે તેને ત્વચા પર અને વાળમાં લગાડવાથી સૌથી વધુ ફાયદો થાય છે. 

લવંડર ઓઇલ

લવંડર નું ઓઇલ ત્વચાની ચમક પરત લાવે છે. શિયાળામાં આ તેલ લગાડવાથી ત્વચા હાઈડ્રેટ રહે છે. આ તેલનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી ત્વચા પરના ખીલ પણ દૂર થાય છે કારણ કે આ તેલ એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ધરાવે છે. 

બદામ ઓઇલ

શિયાળામાં બદામનું તેલ ડ્રાય ત્વચા માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી ખંજવાળ ત્વચાની ડ્રાઇનેસથી તુરંત છુટકારો મળે છે. આ તેલનો ઉપયોગ કરવાથી ત્વચામાં મોઈશ્ચર જળવાયેલું રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news