MIB Recruitment 2023: સૂચના પ્રમાસરણ મંત્રાલયમાં નિકળી યંગ પ્રોફેશનલના પદ પર ભરતી, 60 હજાર મળશે પગાર

​MIB Jobs 2023:  માહિતી પ્રસારણ મંત્રાલયે યંગ પ્રોફેશનલની જગ્યા માટે ખાલી જગ્યા લીધી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને 60 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે. 

MIB Recruitment 2023: સૂચના પ્રમાસરણ મંત્રાલયમાં નિકળી યંગ પ્રોફેશનલના પદ પર ભરતી, 60 હજાર મળશે પગાર

નવી દિલ્હીઃ ​Ministry of Information Broadcasting Jobs 2023: પત્રકારિતાના ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા કામના છે. સૂચના પ્રસારણ મંત્રાલયમાં એક ભરતી નોટિફિકેશન કાઢી ઘણા પદો પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે ઉમેદવાર સત્તાવાર સાઇટ પર જઈ અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 મે 2023 નક્કી કરવામાં આવી છે. અરજી કરવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે. ઉમેદવારે પ્રિન્ટ, ટીવી, રેડિયો, ઓનલાઇન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ ક્રિએટ કે ગ્રાફિક ડિઝાઇન કરવું પડશે. 

મંત્રાલય તરફથી રોજગાર સમાચારમાં પ્રકાશિત નોટિફિકેશન અનુસાર ભરતી અભિયાન કુલ 75 યંગ પ્રોફેશનલની કરાર આધારિત ભરતી માટે ચલાવવામાં આવશે. આ ભરતી એક વર્ષ માટે હશે. બાદમાં ઉમેદવારના કાર્ય અનુસાર ટાઇમ પીરિયડને આગળ વધારવામાં આવશે. કાર્યકાળ વધારો બે વર્ષ માટે હશે. 

યોગ્યતા
ભરતી અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમ/માસ કમ્યુનિકેશન/ વિઝુઅલ કમ્યુનિકેશન/ ઇન્ફોર્મેશન આર્ટ્સ/ એનિમેશન એન્ડ ડિઝાઇનિંગ/ લિટરેચર તથા ક્રિએટિવ રાઇટિંગમાં ઓછામાં ઓછા બે વર્ષની માસ્ટર ડિગ્રી કે ડિપ્લોમા કર્યું હોય તે અરજી કરી શકે છે. 

ઉંમર મર્યાદા
ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોનીની ઉંમર 32 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

જરૂરી અનુભવ
માસ્ટર ડિગ્રી/ ડિપ્લોમા બાદ ઉમેદવારની પાસે કમ્યુનિકેશન, ડિઝાઇનિંગ, માર્કેટિંગ એનિમેશન, એડિટિંગ તથા બુક પબ્લિશિંગના ક્ષેત્રથી સંબંધિત કાર્યનો ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ થવો જોઈએ.

કેટલો મળશે પગાર
આ પદ પર પસંદ થયેલા ઉમેદવારોને 60 હજાર રૂપિયા મહિને પગાર આપવામાં આવશે. 

કઈ રીતે કરશો અરજી
આ ભરતી અભિયાન માટે અરજી કરનાર ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ mib.gov.in પર જઈને અરજી કરવી પડશે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news