Railway TTE Salary: જાણો રેલવેમાં TTEને કેટલી મળે છે સેલરી, જાણો TTE ને બનવા માટે શું હોય છે પ્રોસેસ

આ પોસ્ટ્સ પરની નોકરીઓ રેલવે ભરતી નિયંત્રમ બોર્ડ કરે છે. જો તમે પણ રેલવેમાં TTE બનવા ઈચ્છો છો, તો સૌથી પહેલા તમારે તેમાં મળેલી સેલરીની બધી બાબતો વિશે જાણવું જોઈએ.

Railway TTE Salary: જાણો રેલવેમાં TTEને કેટલી મળે છે સેલરી, જાણો TTE ને બનવા માટે શું હોય છે પ્રોસેસ

Railway TTE Salary: ભારતીય રેલ્વેમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોમાં TTEની પોસ્ટ ખૂબ પ્રખ્યાત છે. દરેક વ્યક્તિ આ પોસ્ટ પર નોકરી કરવા માગે છે. પરંતુ તે પહેલા  તેમાં મળતા પગારમાંથી તમામ બાબતો વિશે જાણી લેવું જોઈએ.

આ પોસ્ટ્સ પરની નોકરીઓ રેલવે ભરતી નિયંત્રમ બોર્ડ કરે છે. જો તમે પણ રેલવેમાં TTE બનવા ઈચ્છો છો, તો સૌથી પહેલા તમારે તેમાં મળેલી સેલરીની બધી બાબતો વિશે જાણવું જોઈએ. રેલવે TTEની પોસ્ટ માટે અરજી કરતા પહેલા ઉમેદવારાએ પગાર પેકેજ, ભથ્થાં અને અન્ય લાભો વિશે જાણવું આવશ્યક છે. ચાલો તેને વિગતવાર જાણીએ.

1.12 લાખ સેલેરી વાળી જોઈએ છે નોકરી તો સીઆરપીએફમાં ભરો આવેદન
CBSEનું ધોરણ 10નું રિઝલ્ટ આ વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે, ચેક કરી લેજો
એક વેબસાઈટથી થઈ જશે 13,000થી વધુ કામ, કોઈ ઓફિસના ધક્કા ખાવાની નથી જરૂર 
તેલંગાણામાં ઘાયલ છોકરાની ઈજા પર ટાંકા લેવાને બદલે ભાગને ફેવીક્વિકથી ચીપકાવી દેવાયો

 
જુઓ રેલવે TTEના પગારનું માળખું
રેલવે TTE પોસ્ટના અપેક્ષિત પગાર માળખા માટે ઉમેદવારો નીચે આપેલ કોષ્ટકનો સંરર્ભ લઈ શકે છે. 

રેલવે TETના ભથ્થાં અને લાભો
રેલવે TTE કર્મચારીઓને તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ ભથ્થા અને લાભો મળશે. રેલ્વે TET કર્મચારીઓ માટે ઉપલબ્ધ લાભો છે.
મોંઘવારી ભથ્થું
ભવિષ્ય નિધિ
તબીબી ભથ્થું
મુસાફરી ભથ્થું

રેલવે TET ઇન હેન્ડ પગાર
 રેલવે TTEની જગ્યાઓ માટે પગાર ધોરણ રૂપિયા 5,200/- થી રૂ. 20,200/- + ગ્રેડ પે રૂ. 1,900/- તાલીમ સમયગાળા દરમિયાન અને જોડાયા પછી + ભથ્થાં રૂ. 36,000/- પ્રતિ માસ પગાર તરીકે આપવામાં આવે છે. રેલવે TTE નો પગાર સમયાંતરે વધતો જ રહે છે.

રેલ્વે TTE જોબ પ્રોફાઇલ
રેલલે TTE જોબ પ્રોફાઈલ હેઠળ ઉમેદવાર  દ્વારા કરવામાં આવતી ભૂમિકાઓ અને જવાબદારીઓ નીચે મુજબ છે
1.રેલવે કોચમાં ગેરકાયદેસર પ્રવેશ અટકાવવો અને પ્લેટફોર્મ ટિકિટ ધારકોનું ચેકિંગ
2.રિઝર્વેશન ભાડું/પૂરક ફી જેવી બાકીની રકમ જમા કરવાની રહેશે અને EFT રિલીઝ કરવાની રહેશે.
3. રેલવે TTE એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ટ્રેન દોડતી વખતે કોચના દરવાજા બંધ રહે અને મુસાફરો દ્વારા જરૂર પડે ત્યારે ખોલવામાં આવે.
4.TTE એ નંબર, બેજ, નેમ પ્લેટ વગેરે સાથે સુઘડ અને સ્વચ્છ ગણવેશ પહેરવો પડશે.
5. રેલવે ટીટીઈએ કોચમાં મુસાફરોની ટીકીટ તપાસવાની હોય છે અને મુસાફરોને તેમની સીટ પર બેસવા માટે માર્ગદર્શન પણ આપવાનું હોય છે.

 રેલ્વે TTE કારકિર્દી વૃદ્ધિ અને પ્રમોશન
રેલવે TTE તરીકે કામ કરતા પસંદ કરાયેલા ઉમેદવારોને સારા પગાર પેકેજ સાથે યોગ્ય નોકરીની સુરક્ષા મળે છે. ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)ને પણ અનુભવના આધારે પ્રમોશન મળે છે.
ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)
પ્રવાસી ટિકિટ નિરીક્ષક
મુખ્ય ટિકિટ નિરીક્ષક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news