Uttar Pradesh: યોગી કેબિનેટનો મોટો નિર્ણય, ગરીબોને વધુ 3 મહિના સુધી મળશે વિનામૂલ્યે અનાજ

કેબિનેટ બેઠક બાદ સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી.

Uttar Pradesh: યોગી કેબિનેટનો મોટો નિર્ણય, ગરીબોને વધુ 3 મહિના સુધી મળશે વિનામૂલ્યે અનાજ

લખનઉ: યોગી કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. ગરીબોને વધુ 3 મહિના સુધી વિનામૂલ્યે રાશન મળશે. કેબિનેટ બેઠક બાદ સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે ગરીબોને વધુ 3 મહના સુધી મફતમાં રાશન આપવાના સરકારના નિર્ણય અંગે જાણકારી આપી. સીએમ યોગીએ કહ્યું કે વિનામૂલ્યે રાશનનો લાભ રાજ્યના 15 કરોડ લોકોને મળી રહ્યો છે. 

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા 15 મહિનાથી સરકાર ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવી રહી છે. જૂન મહિના સુધી વિનામૂલ્યે રાશન મળતું રહેશે. કોરોનાકાળમાં મફત રાશન આપવાની સરકારની યોજનાએ લોકોને  ખુબ રાહત આપી હતી. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશના નવી બનેલી કેબિનેટે પોતાનો પહેલો નિર્ણય લઈ લીધો છે. આ નિર્ણય ઉત્તર પ્રદેશની 15 કરોડ જનતા માટે છે. આ યોજના હેઠળ 15 કરોડ ગરીબ પરિવારના લોકોને 35 કિલોગ્રામ અનાજ મળે છે. જેમાં દરેક પરિવારને 1 કિલોગ્રામ દાળ, 1 કિલોગ્રામ રિફાઈન્ડ તેલ અને 1 કિલોગ્રામ આયોડીનયુક્ત મીઠુ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અંત્યોદય પરિવારોને 1 કિલોગ્રામ ખાંડ પણ આપવામાં આવે છે. આ યોજના માર્ચ 2022 સુધી જ હતી જેને જૂન સુધી આગળ વધારવામાં આવી છે. 

તેમણે કહ્યું કે કોરોનાકાળમાં સરકાર લોકોના પડખે રહી. લોકોના ફ્રીમાં ટેસ્ટ કરવામાં આવ્યા અને રસી પણ આપવામાં આવી. મહામારીના કારણે જે પણ સમસ્યા આવી તેને પહોંચી વળવા માટે કામ કરવામાં આવ્યું. લોકોને ભૂખમરાનો ભોગ બનવા દેવાયા નહીં. કેબિનેટની પહેલી બેઠકમાં પણ અનાજ અંગે નિર્ણય લેવાયો અને આ યોજનાને વધુ ત્રણ મહિના માટે આગળ વધારવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news