મહાગઠબંધન અરાજકતા, ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતા લાવશે: યોગી આદિત્યનાથ
આગામી લોકસભા ચૂંટણીને લઇ સમાજવાદી પાર્ટી (સપા) તેમજ બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધનની જાહેરાત બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે, જે લોકો એક-બીજાને પસંદ નથી કરતા તેઓ મહાગઠબંધન વિશે વાત કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે કહ્યું કે ભાજપની સામે આગામી લોકસભા ચૂંટણીને લઇ વિપક્ષી દળોનું કોઇપણ મહાગઠબંધન અરાજકતા, ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતા લાવશે.
આગામી લોકસભા ચૂંટણીને લઇ સમાજવાદી પાર્ટી (સપા) તેમજ બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધનની જાહેરાત બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે, જે લોકો એક-બીજાને પસંદ નથી કરતા તેઓ મહાગઠબંધન વિશે વાત કરી રહ્યાં છે. આ ગઠબંધન ભ્રષ્ટાચાર, અરાજકતા અને રાજકિય અસ્થિરતા માટે છે.
યોગીએ કહ્યું કે પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કહ્યું કે ભાજપે સમાજના દરેક વર્ગોના વિકાસ અને લોકોની આસ્થાનું સન્માન પર ધ્યાન આપી ‘રામ અને રોટી’ને સન્માનીત કરી છે.
જણાવી દઇએ કે બીએસપી અને એસપી આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોથી 38-38 બેઠકો પર તેમના ઉમેદવાર ઉતારશે. આ બંને પાર્ટીઓએ રાજ્યની બે બેઠકો નાની પાર્ટીઓ માટે છોડી છે. જ્યારે અમેઠી અને રાયબરેલીની બે બેઠકો કોંગ્રેસ પાર્ટી માટે છોડવાનો નિર્ણય કર્યો છે. બીએસપી સુપ્રીમો માયાવતી અને એસપીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે એક આયોજીત સંયુક્ત પ્રેસ કોન્ફરેન્સમાં આ જાહેરાત કરી હતી.
વધુમાં વાંચો: પટેલ પહેલા PM હોત તો દેશની તસ્વીર જ અલગ હોત: મોદી
યોગીએ કર્યો કોંગ્રેસ પર પ્રહાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પાર્ટીએ પરિવારનું હિત આગળ વધાર્યું, જાતીવાદ, ક્ષેત્રવાદને પ્રમોટ કર્યું અને દેશને 50 વર્ષ સુધી અનિશ્ચિતતાની સ્થિતિમાં જ રાખ્યો હતો.
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે સમાજના દરેક વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ અને સારા શાસનના માધ્યમથી દેશને આ પરિસ્થિતીમાંથી બહાર કાઢવાનું કામ કર્યું છે.
યોગીએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 2014ની સરખામણીએ સારુ પ્રદર્શન કરશે અને મોદીના નેતૃત્વમાં ફરી એકવાર ‘મજબૂત તેમજ સક્ષમ’ સરકાર બનશે.
(ઇનપુટ- ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે