જે નોઈડા ગયા તેણે સત્તા ગુમાવી, 30 વર્ષ પછી સીએમ યોગીએ તોડી આ માન્યતા

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ધમાકેદાર જીત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. આ જીત સાથે યોગી આદિત્યનાથે એક માન્યતા તોડી દીધી છે. તો યોગી 30 વર્ષમાં એવા પ્રથમ મુખ્યમંત્રી છે જે કાર્યકાળ પૂરો કર્યા બાદ ફરી સત્તામાં આવી રહ્યાં છે. 

જે નોઈડા ગયા તેણે સત્તા ગુમાવી, 30 વર્ષ પછી સીએમ યોગીએ તોડી આ માન્યતા

નોઈડાઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સામે આવેલા પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રદેશમાં ભાજપે સત્તામાં વાપસી કરી છે. સામે આવેલા ટ્રેન્ડ પ્રમાણે ભાજપ 260થી વધુ સીટો પર આગળ ચાલી રહ્યું છે અને યોગી આદિત્યનાથ ફરી મુખ્યમંત્રી બનવાના છે. જે પરિણામ આવ્યું છે તે પ્રમાણે ભાજપ ફરી સત્તામાં વાપસી કરી રહી છે. તેવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઇડાની દંતકથાને પણ તોડી દીધી છે. 

ઉત્તર પ્રદેશમાં ફરી યોગી સરકાર
ચૂંટણી પરિણામ પ્રમાણે યોગી આદિત્યનાથે એક લાખથી વધુ સીટથી ગોરખપુર શહેર સીટથી જીત મેળવી લીધી છે. તો ભાજપે ગૌતમબુદ્ધ નગર જિલ્લાની ત્રણેય સીટ કબજે કરી લીધી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહે નવો રેકોર્ડ બનાવતા નોઈડાથી જીત મેળવી છે. 

ઉત્તર પ્રદેશમાં છેલ્લા ત્રણ દાયકાથી કહેવામાં આવે છે કે ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં નોઇડાનો પ્રવાસ કરનાર કોઈપણ મુખ્યમંત્રી ફરી રાજ્યની સત્તામાં વાપસી કરી શકતા નથી. 

માયાવતી ગુમાવી ચુક્યા છે સત્તા
હાલના ઈતિહાસની વાત કરીએ તો માર્ચ 2007માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર માવાયતી તે વર્ષે પોતાના નજીકના સાથી સતીષ મિશ્રાના સંબંધીના લગ્નમાં સામેલ થવા માટે નોઇડા ગયા હતા. ત્યારે તેને સાહસિક પગલું ગણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ 2012ની ચૂંટણીમાં બસપાની હાર થઈ અને માયાવતીએ સત્તા ગુમાવી હતી. 

માયાવતી ગ્રેટર નોઈડાના બાદલપુર ગામથી સંબંધ રાખે છે. આ પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ, ભાજપના રાજનાથ સિંહ અને કલ્યાણ સિંહ પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ક્યારેય નોઈડા ગયા નહીં. તો 2012માં ઉત્તર પ્રદેશની સત્તા સંભાળનાર અખિલેશ યાદવે પણ ક્યારેય નોઈડાનો પ્રવાસ કર્યો નહીં. 

અખિલેશ પણ હાર્યા હતા ચૂંટણી
અખિલેશ યાદવ વર્ષ 2013માં નોઈડામાં એશિયન વિકાસ બેન્કના સંમેલનમાં સામેલ થયા નહીં. તે સંમેલનમાં તત્કાલીન મુખ્યમંત્રી મનમોહન સિંહ મુખ્ય અતિથિ હતા. 

તો વર્ષ 2017માં ઉત્તર પ્રદેશની કમાન સંભાળ્યા બાદ યોગી આદિત્યનાથ અનેક વખત નોઇડાનો પ્રવાસ કરી ચુક્યા છે. તેમણે નોઈડામાં મેટ્રોના ઉદ્ઘાટન સિવાય ઘણી પરિયોજનાની શરૂઆત કરી હતી. તેમણે જાન્યુઆરીમાં ગૌતમબુદ્ધ નગર પહોંચીને કોરોના સ્થિતિની સમીક્ષા કરી હતી. 

સત્તામાં ફરી કરી વાપસી
તેવામાં આ વખતે નોઈડાનો પ્રવાસ કરવા છતાં યોગી આદિત્યનાથ ફરી રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. એટલે કે નોઈડાની આ દંતકથા તૂટી છે. આ સિવાય યોગી આદિત્યનાથ એવા પ્રથમ મુખ્યમંત્રી હશે, જે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને બીજીવાર સત્તામાં આવી રહ્યા છે. યૂપીના ઈતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news