યોગ દિવસ પ્રસંગે અમેરિકાને Yo1ની ગિફ્ટ, PM મોદીએ કર્યું ઉદ્ધાટન

વિશ્વ યોગ દિવસ પ્રસંગે એસ્સેલ ગ્રુપે અમેરિકાને યોગ અને પ્રાણાયામની સુવિધાથી લેસ  સૌથી મોટા નચરલ ક્યોર સેન્ટરની ભેટ આપી. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યો-વન નેચર ક્યોર સેન્ટરનાં ઉદ્ધાટન પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, યોગ માત્ર આસન નહી પરંતુ દર્શન પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેન્ટરની સ્થાપના એસ્લેલ ગ્રુપનાં ચેરમેન  સુભાષ ચંદ્રાએ અમેરિકાનાં ન્યૂયોર્કમાં કરી છે. 

યોગ દિવસ પ્રસંગે અમેરિકાને Yo1ની ગિફ્ટ, PM મોદીએ કર્યું ઉદ્ધાટન

નવી દિલ્હી : વિશ્વ યોગ દિવસ પ્રસંગે એસ્સેલ ગ્રુપે અમેરિકાને યોગ અને પ્રાણાયામની સુવિધાથી લેસ  સૌથી મોટા નચરલ ક્યોર સેન્ટરની ભેટ આપી. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યો-વન નેચર ક્યોર સેન્ટરનાં ઉદ્ધાટન પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, યોગ માત્ર આસન નહી પરંતુ દર્શન પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેન્ટરની સ્થાપના એસ્લેલ ગ્રુપનાં ચેરમેન  સુભાષ ચંદ્રાએ અમેરિકાનાં ન્યૂયોર્કમાં કરી છે. 

દિલ્હીથી આશરે 12 હજાર કિલોમીટર દુર અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યનાં કૈટ્સ્કિલ્સ પહાડની વચ્ચે સ્થાપિત આ નેચર ક્યોર સેન્ટરમાં યોગ - પ્રાણાયામ શિખવવાની વ્યવસ્થા તો કરવામાં આવી છે, સાથે જ આયુર્વેદ, નેચરોપૈથી, હાઇડ્રોથેરેપી, ફિઝિયોથેરપી અને એક્યુપંચરની સુવિધા પણ આપવામાં આવશે. નેચર ક્યોર સેન્ટરનાં ઉદ્ધાટન પ્રસંગે વડાપ્રધાને મોદીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે આજે સેંકડો લોકોએ યોગ કર્યો. 

ગત્ત ત્રણ વર્ષમાં યોગ સમગ્ર વિશ્વમાં જનઆંદોલન બની ગયું. આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાવે છે. આજે મારી સાથે હજારો લોકોએ યોગ કર્યા. મને ખુશી છે કે તમે આ નેચર ક્યોર સેન્ટરનાં ઉદ્ધાટન માટે આંતરરાષ્ટ્રીય યોગ વિશ્વને જોડવાનું કામ કરશે. યોગ માત્ર એક આસન નહી પરંતુ એખ દર્શન પણ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યોગનો કોઇ ધર્મ નથી. યોગનો ઇરાદો લોકોને રહેવાની બદલવાની છે. 

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને એસ્સેલ ગ્રુપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રાએ કહ્યું કે, વિશ્વમાં 110 દેશોમાં હજારો સ્થળ પર યોગ કરવામાં આવી રહ્યો છે. આજે એક સપનું સાકાર થઇ ગયું છે. સૌથી પહેલા સંત ચટવાલજીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ડો. માધવ કુટ્ટીનો પણ આભાર જેમણે આ નેચર સેન્ટરમાં પોતાની સેવા આપવાની પરવાનગી આપી છે. આ પ્રસંગે હું પોતાનાં માતા - પિતા અને પરિવારનો આભાર વ્યક્ત કરૂ છું. 

પાંચ વર્ષમાં સાકાર થયું સપનું
સંસ્કૃતનાં યૌવન શબ્દથી પ્રેરિત યો-વન નેચર ક્યોર સેન્ટર પ્રકૃતીની ગોદમાં પોતાના પગ પસારી રહ્યા છે. આશરે 1400 એકરનાં હરિયાળા વિસ્તારમાં યો-વનનું કેમ્પસ 200 એકરનું છે. ત્રણ લાખ વર્ગફુટનાં નિર્ણાવાળું તે અમેરિકાનું સૌથી મોટું નેચર ક્યોર સેન્ટર છે. એસ્સેલ ગ્રુપનાં ચેરમેન અને રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ અમેરિકાને ભારતની પ્રાચીન જીવન પદ્ધતી અને જ્ઞાન સામે રૂબરૂ કરાવવા માટે યો-વનનું સપનું જોયું હતું, જે માત્ર પાંચ વર્ષમાં પુર્ણ પણ થઇ ગયું. 

રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાના આ અનોખા પ્રયાસની સરાહના ન્યૂયોર્ક સ્ટેટની એસેમ્બલીએ પણ કરી છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પુર્વ સંધ્યા પર તેનાં માટે તેનું સન્માન કર્યું છે. Yo1થી  ન્યૂયોર્ક રાજ્યનાં આ અપેક્ષાકૃત પછાત વિસ્તારમાં આશરે 500 લોકોને સીધો રોજગાર મળવાનો છે. ત્યારે આશરે ડોઢ હજાર લોકોને અપેક્ષાકૃત પદ્ધતીથી આજીવિકા પ્રાપ્ત થઇ શકે છે. 

આ સુવિધાઓથી લેસ છે યો-વન
રાજ્યસભા સાંસદ ડો.સુભાષચંદ્રાએ 2013માં ન્યૂયોર્ક શહેરથી આશરે ડોઢ કલાકના અંતરે હાલનાં કેટ્સકિલ્સ પહાડની ગોદમાં બસેલા મોન્ટિસેલો વિસ્તારમાં 1400 એકર જમીન ખરીદી છે. જ્યાં આશરે 25 હજાર કરોડ અમેરિકી ડોલરનાં ખર્ચે યો-વનનું નિર્માણ થયું છે. આ નેચર ક્યોર સેન્ટરમાં યોગ - પ્રાણાયામ શિખવવાની વ્યવસ્થા તો કરવામાં આવી છે, સાથે જ આયુર્વેદ, નેચરોપથી, હાઇડ્રોરથેરેપી, ફિઝિયોથેરેપી અને એક્યુપંચરની સુવિધા પણ આપવામાં આવી છે. જેનો લાભ ઉઠાવીને લોકો ન માત્ર પોતાના તરોતાજા કરી શકે છે, પરંતુ પોતાના રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારી શકે છે. 

131 રૂમ સહિત આ છે યો-વનની ખાસીયત
યો-વનના અનુભવી કર્મચારી પોષ અને આહાર અંગેની ખાસ ટીપ્સ પણ અહીં આવનારા લોકોને પુરી પાડશે, જેથી શરીરનું ધ્યાન રાખી શકાય. સાથે જ વધેલું શરીરથી પણ બચી શકાય. જે અમેરિકાની મોટી સમસ્યા છે. યો-વન તરફથી 3 દિવસથી માંડીને 10 દિવસ સુધીનો ખાસ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેનો લાભ ઉઠાવીને લોકો પોતાનાં શરીરને સ્ફુર્તીથી ભરી શકે. અહીં લોકો માટે 131 રૂમ એવા બનાવવામાં આવ્યા છે, જેમાં તમામ પ્રકારની થેરેપી માટે ખાસ ઉપકરણ ઉપસ્થિત રહેશે. સાથે જ પાંચ હજાર વર્ગ ફિટનો ઇન્ડોર સ્વીમિંગ પુલ રિફ્લક્સોલોજી વાળા ખાસ વાકવેજ, પૌષ્ટીક ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

વડાપ્રધાન મોદીએ 2014માં ન્યૂયોર્કમાં જ કરી હતી યોગને વૈશ્વિક સ્વરૂપ આપવાની વાત
ન્યૂયોર્ક શહેરમાં હાલનાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જ સપ્ટેમ્બર 2014માં વડાપ્રધાને પોતાની પહેલી અમેરિકાની મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ ભારતની પાંચ હજાર વર્ષ જુની યોગ પરંપરાને વૈશ્વિક સ્વરૂપ આપવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં ચોથા વર્ષમાં યો-વનનુ ઉદ્ધાટન તે જ ન્યુયોર્ક રાજ્યમાં થવા જઇ રહ્યા છે. ભાગતી દોડતી જિંદગીમાં પોતાની જાતને કઇ રીતે નિરોગી રાખવામાં આવે. અમેરિકનાં લોકો યો-વનમાં આવીને શીખી શકે છે. તેમની પાસે ભારતની પ્રાચીન જીવન પદ્ધતીનો સીધો લાભ ઉઠાવવાની તક છે જે સ્વસ્થ મન અને નિરોગી કાયાનું જ્ઞાન સદિયોઈ આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news