CAA વિરુદ્ધ જાફરાબાદમાં મહિલાઓનું પ્રદર્શન, મેટ્રો સ્ટેશન બંધ કરાયું

પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં રવિવારે એકવાર ફરીથી નાગરિકતા કાયદા અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયું. જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન માટે ભેગી થઈ છે. પ્રદર્શનના કારણે મેટ્રો સ્ટેશનને બંધ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે મહિલાઓ મોડી રાતથી ધરણા પર બેઠી છે. 

CAA વિરુદ્ધ જાફરાબાદમાં મહિલાઓનું પ્રદર્શન, મેટ્રો સ્ટેશન બંધ કરાયું

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં રવિવારે એકવાર ફરીથી નાગરિકતા કાયદા અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયું. જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન માટે ભેગી થઈ છે. પ્રદર્શનના કારણે મેટ્રો સ્ટેશનને બંધ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે મહિલાઓ મોડી રાતથી ધરણા પર બેઠી છે. 

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને ટ્વીટ કરીને જાણકારી આપી છે કે સુરક્ષાની દ્રષ્ટિએ જાફરાબાદ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. આ સ્ટેશન પર મેટ્રો થોભશે નહીં. શાહીનબાગની જેમ જ અહીં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે. 

As per the Delhi Metro Rail Corporation, entry and exit of Jaffrabad have been closed. Trains will not be halting at this station. pic.twitter.com/gOLTj9MUnG

— ANI (@ANI) February 23, 2020

અત્રે જણાવવાનું કે વિસ્તારના વિધાયક અબ્દુલ રહેમાન (આપ પાર્ટી)એ વીડિયો સંદેશ બહાર પાડીને મહિલાઓને રસ્તો ખાલી કરવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે બહારના લોકોના કહેવામાં આવીને મહિલાઓ આવું કામ ન કરે. નોંધનીય છે કે ભારત બંધનું આહ્વાન ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદે કર્યું છે. ચંદ્રશેખરના જણાવ્યાં મુજબ આ બંધ બંધારણ અને અનામત સાથે છેડછાડના વિરોધમાં છે. તેને સીએએ અને એનઆરસી સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news