CAA-વિરોધી રેલીના મંચ પર યુવતીએ લગાવ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા, ઓવૈસીએ આપી સફાઈ
ઓવૈસી બેંગલુરૂના ફ્રીડમ પાર્કમાં એન્ટી-સીએએ રેલીમાં ભાગ લઈ રહ્યાં હતા. આ દરમિયાન ત્યાં એક યુવતી હાજર હતી જે વિદ્યાર્થી નેતા ગણાવવામાં આવી રહી છે. કાર્યક્રમની વચ્ચે તે મંચ પર પહોંચી અને અને માઇક પર 'હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા.
Trending Photos
બેંગલુરૂઃ પોતાની પાર્ટીના પ્રવક્તા વારિસ પઠણના નિવેદનને લઈને પહેલા જ આલોચનાઓનો સામનો કરી રહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બેંગલુરૂમાં આયોજીત એન્ટી-સીએએ રેલીમાં પણ એક હોંશ ઉડાવી દેનાર સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. હકીકતમાં, ઓવૈસીના મંચ પર એક યુવતી પહોંચી ગઈ અને માઇક પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા લાગી જેથી ઓવૈસી અને આયોજકોના હોંશ ઉડી ગયા હતા. તો ઓવૈસીએ તુરંત મંચ પરથી આ ઘટનાની નિંદા કરી છે.
લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા
ઓવૈસી બેંગલુરૂના ફ્રીડમ પાર્કમાં એન્ટી-સીએએ રેલીમાં ભાગ લઈ રહ્યાં હતા. આ દરમિયાન ત્યાં એક યુવતી હાજર હતી જે વિદ્યાર્થી નેતા ગણાવવામાં આવી રહી છે. કાર્યક્રમની વચ્ચે તે મંચ પર પહોંચી અને અને માઇક પર 'હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. જ્યારે તેણે માઇક પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાના શરૂ કર્યાં તો ઓવૈસીએ ખુદ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.'
#WATCH Ruckus erupts at the protest rally against CAA&NRC in Bengaluru where AIMIM Chief Asaddudin Owaisi is present. A woman named Amulya at the protest rally says "The difference between Pakistan zinadabad and Hindustan zindabad is...". pic.twitter.com/FPh5Ccu3HD
— ANI (@ANI) February 20, 2020
હિન્દુસ્તાન અને પાકિસ્તાન ઝિંદાબાદ વચ્ચે ફર્ક...
યુવતી માઇક પર બોલી રહી હતી, 'હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદ વચ્ચે ફર્ક છે...' પરંતુ તે પહેલા તે પોતાની વાચ પૂરી કરે ત્યાં હાજર આયોજકોએ તેની પાસેથી માઇક છીનવવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે મહિલા પોલીસકર્મી તેને ખેંચીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
દુશ્મનના પક્ષમાં નારાને સમર્થન નહીં
જાણવા મળી રહ્યું છે કે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી શકે છે. સાથે રાજદ્રોહનો કેસ પણ દાખલ કરવામાં આવી શકે છે. આ ઘટનાથી ઓવૈસી ચોંકી ગયા અને તેમણે તુરંત સ્પષ્ટતા કરી હતી. ઓવૈસીએ કહ્યું, 'આ એન્ટી સીએએ રેલી છે. દુશ્મન દેશના પક્ષમાં કોઈપણ નારાનું સમર્થન કરવામાં આવશે નહીં. અમે તેની ટીકા કરીએ છીએ. આ ખોટું છે. મેડમ સાથે અમારે કોઈ સંબંધ નથી. ભારત ઝિંદાબાદ હતું અને ઝિંદાબાદ રહેશે.'
વારિસ પઠાણના નિવેદનશી મુશ્કેલીમાં AIMIM
એઆઈએમઆઈએમના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે થોડા દિવસ પહેલા એક રેલીમાં કહ્યું હતું કે, 100 કરોડ પર 15 કરોડ ભારે પડશે. આ નિવેદનથી વિવાદ થયો અને પઠાણની સાથે પાર્ટીએ પણ ટીકાનો સામનો કરવો પડ્યો છે. તો પઠાણે તે કહેતા નિવેદન પરત લેવા કે માફી માગવાથી ઇનકાર કરી દીધો કે તેણે જે કહ્યું કે, બંધારણની હદમાં છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે