4th COVID-19 Wave: શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણીતા વાયરોલોજિસ્ટે આપી મહત્વની જાણકારી

4th COVID-19 Wave: ડોક્ટર જોને કહ્યુ કે જો ચોથી લહેર આવે છે તો આ મારા માટે માત્ર આશ્ચર્યની વાત હશે. તેથી હું તેના વિશે કોઈ અનુમાન લગાવી શકુ નહીં. સાથે તેમણે કહ્યું કે, દેશમાં ચોથી લહેરની સંભાવના ખુબ ઓછી છે.

4th COVID-19 Wave: શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણીતા વાયરોલોજિસ્ટે આપી મહત્વની જાણકારી

નવી દિલ્હીઃ દેશમાં ફરી કોરોના વાયરસના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકોમાં ચોથી લહેરને લઈને આશંકા છે. જાણીતા વાયરોલોજિસ્ટ ડોક્ટર ટી જૈકબ જોને મંગળવારે કહ્યુ કે, ભારતમાં કોરોનાની ચોથી લહેરની સંભાવના ખુબ ઓછી છે. તે પૂછવા પર કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તેના પર વાયરોલોજિસ્ટ જૈકબે કહ્યુ કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં સામાન્ય વૃદ્ધિ થઈ છે, પરંતુ તે વૃદ્ધિ સતત થઈ રહી નથી. 

સાથે ડોક્ટર જોને કહ્યુ કે, મારી જાણકારીમાં કોઈપણ રાજ્ય કોરોનાના કેસમાં વૃદ્ધિનો રિપોર્ટ કરી રહ્યાં નથી. દેશમાં માર્ચ અને એપ્રિલ દરમિયાન કોરોનાના કેસ ઓછા અને સ્થિર સંખ્યામાં હતા. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ સપ્તાહમાં સામાન્ય વધારો થયો છે પરંતુ આ વૃદ્ધિ સતત થઈ રહી નથી. દિલ્હીમાં એક હજાર કેસ માત્ર 5 લાખ પ્રતિ વસ્તીની બરાબર છે.

ચોથી લહેરની સંભાવના ખુબ ઓછી
ડોક્ટર જોને કહ્યુ કે જો ચોથી લહેર આવે છે તો આ મારા માટે માત્ર આશ્ચર્યની વાત હશે. તેથી હું તેના વિશે કોઈ અનુમાન લગાવી શકુ નહીં. સાથે તેમણે કહ્યું કે, દેશમાં ચોથી લહેરની સંભાવના ખુબ ઓછી છે. કોરોનાની લહેરના દુષ્પ્રભાવોની વિરુદ્ધ આપણો સૌથી સારો બચાવ રસીકરણ વધુ થવાનો છે. પૂર્ણ રસીકરણનો મતલબ છે કે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ લાગેલો હોય. 

કોરોના વાયરસથી બચવા માટે માસ્કનો ઉપયોગ જરૂર કરવો જોઈએ
કોરોનાના કેસને રોકવા અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, તેના પર વાયરોલોજિસ્ટે કહ્યુ કે, માસ્કનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તે પૂછવા પર કે વધતા કેસ વચ્ચે શું સ્કૂલોને બંધ કરવી જોઈએ, તેના પર ડોક્ટર જોને કહ્યુ કે, સ્કૂલોને બંધ કરવી જોઈએ નહીં. 

દેશમાં શું કોરોના વાયરસનો કોઈ નવો વેરિએન્ટ છે, તેના પર વાયરોલોજિસ્ટે નકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, જ્યાં પણ કોરોનાના મામલામાં ઉતાર-ચઢાવ હતો, ત્યાં કેસમાં ઘટાડો આવ્યો છે. કોરોનાના કેસમાં વૃદ્ધિ સતત યથાવત નથી. તેથી મને નથી લાગતું કે કોઈ નવો વેરિએન્ટ સામેલ છે. પરંતુ વેરિએન્ટ સ્ક્રીનિંગ જાળવી રાખવું જોઈએ જેથી કોરોના વાયરસ ફરી આપણે અચાનક આશ્ચર્યચકિત ન કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news