રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કર્યો ઇમરાનનો ઉલ્લેખ, કહ્યું- હવે દુનિયા સાંભળે છે ભારતની વાત

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન તથા રશિયા-યુક્રેન વચ્ચે જારી સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આજે દુનિયા ભારતની વાત કાન ખોલીને સાંભળે છે. 

રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કર્યો ઇમરાનનો ઉલ્લેખ, કહ્યું- હવે દુનિયા સાંભળે છે ભારતની વાત

લખનઉઃ દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની વધતી લોકપ્રિયતા પર રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખુલીને વાત કરી છે. લખનઉમાં હોળી મિલન સનારોહ દરમિયાન તેમણે ભારતની વિદેશ નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાડોશી દેશના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ ભારતની પ્રશંસા કરતા ખુદને રોકી શક્યા નહીં. 

ભાજપ પ્રત્યે વધી રહ્યો છે લોકોનો પ્રેમ
લખનઉમાં આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે, દેશમાં ભાજપ પ્રત્યે લોકોનો પ્રેમ વધી રહ્યો છે. પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં ભાજપને ચાર રાજ્યોમાં જીત મળી છે અને પાર્ટીએ ભારે બહુમત સાથે સરકાર બનાવી છે. તેમણે કહ્યું કે, રાજ્યોમાં એનડીએના પ્રભાવનું પરિણામ છે કે રાજ્યસભામાં પણ ભાજપના સાંસદોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. રાજ્યસભામાં કોઈ પાર્ટીના 100 સાંસદો છેલ્લે 1988માં હતા. 

આંતરરાષ્ટ્રીય જગતમાં ભારત પ્રત્યે ધારણા બદલાય
રક્ષામંત્રીએ કહ્યુ કે, જ્યારથી ભાજપની કેન્દ્રમાં સરકાર આવી છે, ભારતનું માથુ દુનિયામાં ઉંચુ થઈ ગયું છે, તે કોઈથી છુપાયેલું નથી. આંતરરાષ્ટ્રીય જગતમાં ભારત પ્રત્યે લોકોની ધારણા બદલાય ગઈ છે. પહેલાં તે ધારણા બનેલી હતી કે ભારત એક નબળો દેશ છે. પહેલાં આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની વાતોને ગંભીરતાથી લેવામાં આવતી નહોતી. આજે દુનિયા કાન ખોલીને ભારતની વાત સાંભળે છે અને તેના પર ગંભીરતાથી વિચાર કરે છે. 

— Rajnath Singh (@rajnathsingh) April 3, 2022

આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર
મેક ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યુ કે, આજે આપણે આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર છીએ. આપણે દુનિયાના બીજા દેશોમાંથી સામાન આયાત ન કરવો પડે, તેથી આપણી ધરતી પર વધુમાં વધુ વસ્તુ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીનો આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂરો કરવાની દિશામાં પ્રયાસ ચાલી રહ્યો છે. આજે ભારતથી થનાર નિકાસ 400 બિલિયન યુએસ ડોલરનો આંકડો પાર કરી ચુક્યો છે. આપણે બીજા દેશોની મદદ કરી રહ્યાં છીએ. 

ભારતના સ્ટેન્ડની દુનિયા કરે છે પ્રશંસા
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગને લઈને તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેમાં ભારતે જે સ્ટેન્ડ લીધુ છે, તેની પ્રશંસા આજે અન્ય દેશો દ્વારા કરવામાં આવી રહી છે. આપણા વિદેશી પણ તેની પ્રશંસા કરે છે. ત્યાં સુધી કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે. જનસામાન્યનું સમર્થન ભાજપ પ્રત્યે સતત વધી રહ્યું છે. 

શું બોલ્યા હતા ઇમરાન ખાન?
ઇમરાન ખાને કહ્યુ હતુ, હું હિન્દુસ્તાનની પ્રશંસા કરીશ.. જે રીતે તેની વિદેશ નીતિ છે. હંમેશા તેની વિદેશ નીતિ સ્વતંત્ર રહી છે અને તે પોતાના લોકો માટે રહી છે. તે પોતાની વિદેશ નીતિની રક્ષા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news