મોદી કે ઇન્દિરા.. કોણ છે ભારતના સૌથી લોકપ્રિય PM? સર્વેમાં થયો ખુલાસો

હાલમાં જ એક સર્વે થયો હતો જેમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ભારતમાં આઝાદી બાદ સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ છે. આ સર્વેમાં પીએમ મોદી, ઇન્દિરા ગાંધી અને વાજપેયીના નામ સામે આવ્યા છે.

મોદી કે ઇન્દિરા.. કોણ છે ભારતના સૌથી લોકપ્રિય PM? સર્વેમાં થયો ખુલાસો

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થશે તેના માટે બીજેપી, કોંગ્રેસ સહિત દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. વિપક્ષ ઘણા મુદ્દાઓ સાથે લડવા તૈયાર છે ત્યારે બીજેપીને તેની લોકપ્રિયતા પર પૂરો ભરોસો છે.

2014 અને 2019માં ભાજપની એકતરફી જીત પાછળ પીએમ મોદીની લોકપ્રિયતા માનવામાં આવે છે જેના દમ પર બીજેપીને એકલા હાથે બહુમત મળી. જોકે આઝાદી પછી દેશને ઘણા વડા પ્રધાનો મળ્યા, પરંતુ લોકપ્રિયતા અને સૌથી શ્રેષ્ઠના ધોરણે અમુક જ વડા પ્રધાનને ગણવામાં આવે છે.

હાલમાં જ એક સર્વે થયો હતો, જેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે આઝાદી બાદ ભારતના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન કોણ છે. આ સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદી, અટલ વાજપેયી, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી વગેરેના નામ સામે આવ્યા. જેમાં પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ સ્થાને અટલ બિહારી વાજપેયી બીજા નંબરે અને ઈન્દિરા ગાંધી ત્રીજા નંબરે છે. જ્યારે સર્વેમાં મનમોહન સિંહ ચોથા નંબરે છે.

સર્વે અનુસાર પીએમ નરેન્દ્ર મોદીને 47 ટકા વોટ મળ્યા છે જ્યારે અટલ બિહારી વાજપેયીને 16 ટકા વોટ મળ્યા છે. તે જ સમયે, 12 ટકા લોકોએ ઈન્દિરા ગાંધીને અને આઠ ટકા લોકોએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મત આપ્યો છે. આ સર્વે એક રીતે કોંગ્રેસ માટે ચોંકાવનારો છે. પ્રથમ બે સ્થાન પર ભાજપના પીએમ મોદી અને અટલ બિહારી વાજપેયી હતા, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાન પર ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહ. આ સર્વેમાં એક લાખ 40 હજારથી વધુ લોકોનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news