સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર રેહાના કોણ છે, જેનો કિસનો વીડિયો થયો હતો વાઈરલ

31 વર્ષીય સરકારી કર્મચારી અને બે બાળકોની માતા રેહાનાનો જન્મ રુઢિવાદી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તે મોડલ તેમજ મહિલા અધિકારો માટે લડતી એક્ટિવિસ્ટ પણ છે. તેણે ત્રિશૂર પુલ્લિકલ્લી ખાતે ઉજવાતા પરંપરાગત અને ફક્ત પુરુષો માટેના ડાન્સ ફેસ્ટિવલ ઓણમ ટાઈગર ડાન્સમાં પણ ભાગ લીધો હતો.

સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર રેહાના કોણ છે, જેનો કિસનો વીડિયો થયો હતો વાઈરલ

સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીને લઈને શુક્રવારે સવારે સામાજિક કાર્યકર્તા રેહાના ફાતિમાના કોચ્ચી સ્થિત ઘર પર હુમલો કરાયો હતો. અસામાજિક તત્વોએ ત્યાં તોડફોડ કરી. આ વચ્ચે પોલીસ સુરક્ષા વચ્ચે તે મંદિર જવા માટે રવાના થઈ હતી. જોકે, કપાટ બંધ થવાને કારણે તેને પરત ફરવું પડ્યું હતું. પરંતુ આવું પહેલીવાર નથી થયું કે, ફાતિમા ચર્ચામાં આવી હતી. આ પહેલા પણ તે અનેક વિવાદોમાં આવી છે. 

તરબૂચ સાથે પડાવ્યો હતો ફોટો
સબરીમાલાના અયપ્પા મંદિરમાં 10થી 50 વર્ષીન મહિલાઓની એન્ટ્રીને લઈને વિરોધ કરવાથી ફાતિમા આ માર્ચ મહિનાથી ચર્ચામાં રહી છે. તેણે ત્યારે કોઝીકોડના એક પ્રોફેસરના આપત્તિજનક નિવેદનને લઈને વિરોધ દર્શાવ્યો હતો. પ્રોફેસરે કહ્યું હતું કે, મહિલાઓ યોગ્ય રીતે હિઝાબ પહેરતી નથી. તે જાણી જોઈને છાતી બતાવે છે. જાણે કે, ડિસ્પ્લે પર રાખેલ તરબૂચની છાલ. ત્યારે રેહાનાએ તરબૂચની સાથે પોતાનો એક ફોટો અપલોડ કર્યો હતો, અને થોડી વાર બાદ હટાવી દીધો હતો. 

કિસ ઓફ લવનો વીડિયો
વર્ષ 2014માં તેણે કેરળના કિસ ઓફ લવના કેમ્પેઈનમાં ભાગ લીધો હતો. જે મોરલ પોલિસિંગના વિરોધમાં ચલાવવમાં આવ્યું હતું. ત્યારે તેના પાર્ટનર અને ફિલ્મકાર મનોજ કે.શ્રીધરે ફેસબુક પર કિસનો વીડિયો શેર કર્યો હતો.

ફિલ્મોમાં કરી ચૂકી છે કામ
હાલ તે ભારત સંચાર નિગમ લિમિટેડમાં ટેલિકોમ ટેક્નિશ્યન છે. આ ઉપરાંત તે એકા (EKa) નામની આર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. જે ઈન્ટરસેક્સ્યુઆલિટીના મુદ્દે બની છે. 

31 વર્ષીય સરકારી કર્મચારી અને બે બાળકોની માતા રેહાનાનો જન્મ રુઢિવાદી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તે મોડલ તેમજ મહિલા અધિકારો માટે લડતી એક્ટિવિસ્ટ પણ છે. તેણે ત્રિશૂર પુલ્લિકલ્લી ખાતે ઉજવાતા પરંપરાગત અને ફક્ત પુરુષો માટેના ડાન્સ ફેસ્ટિવલ ઓણમ ટાઈગર ડાન્સમાં પણ ભાગ લીધો હતો. 2016માં ભાગ લેનાર તે એકમાત્ર મહિલા હતી. 

રેહાનાની રૂઢિવાદી વિચારસરણી હોવા પાછળ એક ખાસ કારણ છે. એક સમયે તે હિજાબ પણ પહેરતી અને દિવસમા પાંચ વખત નમાજ પણ અદા કરતી. પરંતુ ધોરણ-12માં તેના પિતાનું અવસાન થયું હતું. જેના બાદ તેના ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. તેણે કહ્યું કે, ઘરમાં મારી મમ્મી, હું અને મારી બહેન એમ ત્રણ જ લેડીઝ હતી. ત્યારે આસપાસના અનેક પુરુષો કોઈને કોઈ બહાને રાત્રે અમારી એકલતાનો લાભ લેવા ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા. ત્યારે અમને કેટલીયવાર હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. પરંતુ કોઈ અમારી મદદ માટે આગળ ન આવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news