કાલે પશ્ચિમ બંગાળમાં સૌથી મોટા LPG ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે PM મોદી, ટ્વીટ કરી આપી જાણકારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) કાલે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. અહીં તેઓ ભારતના સૌથી મોટા એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ ટર્મિનલને કારણે ન માત્ર પશ્ચિમ બંગાળ, પરંતુ તેના લાગવાથી ઉત્તર-પૂર્વના રાજ્યોને પણ ફાયદો થશે. 

કાલે પશ્ચિમ બંગાળમાં સૌથી મોટા LPG ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે PM મોદી, ટ્વીટ કરી આપી જાણકારી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) કાલે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. અહીં તેઓ ભારતના સૌથી મોટા એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ ટર્મિનલને કારણે ન માત્ર પશ્ચિમ બંગાળ, પરંતુ તેના લાગવાથી ઉત્તર-પૂર્વના રાજ્યોને પણ ફાયદો થશે. આ ટર્મિનલી ક્ષમતા એક લાખ મિલિયન મેટ્રિક ટન દર વર્ષની છે. 

પ્રધાનમંત્રી મોદીએ કર્યુ ટ્વીટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ખુદ ટ્વિટર પર આ પરિયોજના વિશે જાણકારી આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ- કાલે સાંજે હું પશ્ચિમ બંગાલના હલ્દિયામાં રહીશ. ત્યાં એક કાર્યક્રમમાં બીપીસીએલ દ્વારા બનાવવામાં આવેલા એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલને દેશને સમર્પિત કરીશ. આ સિવાય પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ ડોમી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઇપલાઇનને દેશને સમર્પિત કરીશ. તેમણે બીજા ટ્વીટમાં લખ્યું, 'હલ્દિયા રિફાઇનરીના બીજા યૂનિટની આધારશિલા રાખવામાં આવશે. આ સિવાય હલ્દિયાના રાનીચકમાં એનએચ 41 પર બનેલા 4 લેન રોડ-ફ્લાઇઓવરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.'

— Narendra Modi (@narendramodi) February 6, 2021

ઉર્જા ગંગા પરિયોજનામાં સૌથી મોટુ કામ
આ પ્રોજેક્ટ 2400 કરોડ રૂપિયાના ખર્ચથી પૂરો થયો છે, જેને પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજના હેઠળ બનાવવામાં આવ્યો છે. 348 કિમી લાંબા ડોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઇપલાઇન 'વન નેશન, વન ગેસ'ની યોજનાની સૌથી મહત્વપૂર્ણ કડી હતી. પ્રધાનમંત્રી દેશભરમાં એલપીજીની ઉપલબ્ધતા ઈચ્છે છે, જે માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના ચલાવી રહી છે. આ હેઠળ બિહારના ડોભીથી પશ્ચિમ બંગાળ (West bendal) ના દુર્ગાપુર સુધી ગેસ પાઇપલાઇન લગાવવામાં આવી છે, જેની લંબાઈ 348 કિમી છે. આ ગેસ પાઇપલાનથી હુર્લ સિંદરી (ઝારખંડ) અને દુર્ગાપુરના મેટિક્સ ખાતર કારખાનાઓને પણ ગેસની આપૂર્તિ થશે. પ્રધાનમંત્રી આ પ્રવાસ પર કેટલાક અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. 

સવારે અસમના પ્રવાસે રહેશે પીએમ મોદી
પીએમ મોદી સાંજે 5 કલાક આસપાસ પશ્ચિમ બંગાળ પહોંચશે. આ પહેલા તેઓ અસમ પણ જવાના છે. જ્યાં ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવાની સાથે તેઓ અસમ મેળાની શરૂઆત કરશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news