West Bengal Assembly poll 2021: PM મોદી બોલ્યા- બંગાળ અને નંદીગ્રામ જ નહીં, હવે તો 'નંદી' પણ દીદીથી નારાજ

West bengal election 2021: પ્રધાનમંત્રીએ કહ્યુ કે, દીદીને હવે પોલિંગ બૂથ એજન્ટ પણ મળી રહ્યાં નથી અને તે ખુબ હતાશ છે. પીએમ મોદીએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં પોતાની સંભવિત હારને જોતા મમતા બેનર્જી હવે હતાશ થઈ ગયા છે અને તેમના પર ગાળોનો મારો ચલાવી રહ્યાં છે.

West Bengal Assembly poll 2021: PM મોદી બોલ્યા- બંગાળ અને નંદીગ્રામ જ નહીં, હવે તો 'નંદી' પણ દીદીથી નારાજ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ (West bengal election 2021) ચૂંટણી વચ્ચે પીએમ મોદીએ એકવાર ફરી મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ છે. હાવડામાં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે હવે બંગાળ અને નંદીગ્રામની જનતા જ નહીં પરંતુ નંદી પણ દીદી સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યો છે. પીએમ મોદીએ હાવડામાં મમતાની રેલી દરમિયાન એક આખલાનો તોફાન મચાવ્યા બાદ સીએમ પર કટાક્ષ કર્યો છે. 

પરિણામ બાદ તૂટી જશે ટીએમસી
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, દીદીને હવે પોલિંગ બૂથ એજન્ટ પણ મળી રહ્યાં નથી અને તે ખુબ હતાશ છે. પીએમ મોદીએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં પોતાની સંભવિત હારને જોતા મમતા બેનર્જી હવે હતાશ થઈ ગયા છે અને તેમના પર ગાળોનો મારો ચલાવી રહ્યાં છે. સાથે પીએમ મોદીએ દાવો કરતા કહ્યું કે, બંગાળના લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે બે મેએ ચૂંટણી પરિણામ બાદ ટીએમસીમાં ભંગાણ પડશે. 

રેલીમાં મોદીએ કહ્યુ, 'હારની હતાશામાં દીદી આજકાલ મારા પર ગાળોનો મારો લગાવી રહી છે. બંગાળના લોકો દીદીનું આ આચરણ જોઈ ખુબ દુખી છે. દેશ-દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે કે બંગાળની આ કઈ છબી તે રજૂ કરી રહ્યાં છે.' પ્રધાનમંત્રીએ કહ્યુ કે, મમતા બેનર્જીને આજકાલ તેમના બાંગ્લા શબ્દોના ઉચ્ચારણ પર ખુબ દુખ થઈ રહ્યું છે. જ્યારે એક મુખ્યમંત્રી હોવાના નામે તેમણે (મમતાએ) તેમની પ્રશંસા કરવાની જરૂર હતી. 

બાંગ્લા બોલરા પર પ્રશંસા કરવાની જરૂર હતી
પીએમ મોદીએ કહ્યું કે, તે જ્યાં પણ જાય છે તેમનો પ્રયાસ ત્યાંની સ્થાનીક ભાષામાં કેટલાક શબ્દો બોલવાનો હોય છે. તેમણે કહ્યું, હું તમિલનાડુ જાવ છું તો ત્યાં તમિલ ભાષાના કેટલાક શબ્દો બોલવાનો પ્રયાસ કરુ છું. કેરલ જાવ તો ત્યાં મલયાલમમાં કંઈક બોલવાની ઈચ્છા હોય છે. ભાષાના પ્રત્યે શ્રદ્ધાની આ મારી એક રીત છે. ઉચ્ચારણની ભૂલ થાય છે પરંતુ હું ઈમાનદારીથી પ્રયાસ કરુ છું. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, તે બંગાળ આવવા પર બાંગ્લામાં કેટલાક શબ્દો બોલવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, મને ખ્યાલ છે કે મારા બાંગ્લા ઉચ્ચારણમાં પણ ઘણા દોષ હોય છે છતાં હું બાંગ્લા શબ્દ બોલુ છું કારણ કે હું બાંગ્લા ભાષાનું ખુબ સન્માન કરુ છું. તેને તો પ્રોત્સાહિત કરવું જોઈએ પરંતુ તે (મમતા) મારા આ પ્રયાસ પર ભડકી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news