તમિલનાડુ-કર્ણાટકના તટીય વિસ્તારોમાં આજે પહોંચશે મોનસૂન, મુંબઇમાં 2-3 દિવસમાં કરશે એન્ટ્રી
મહારાષ્ટ્રમાં મોનસૂનના આગમનની સાથે જ થાણે, રાયગઢ, દક્ષિણ, કોંકણ, પૂણે, કોલ્હાપુર, સાતારા અને સાંગલી વગેરે વિસ્તારોમાં જોરદાર અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે
Trending Photos
કેરલ: કેરલમાં દસ્તક આપ્યા બાદ મોનસૂન આજે તમિલનાડુ અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં પહોંચી જશે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના અનુસાર આજે કેરલના મોટાભાગના સાથે-સાથે લક્ષદ્વીપના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદના અણસાર છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે મહારાષ્ટ્ર સુધી પહોંચવામાં આ બે ત્રણ દિવસ લાગી શકે છે. આજે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગ મુંબઇના ડેપ્યુટી ડાયરેક્ટર કેએસ હોસાલિકરના અનુસાર, મોનસૂન ધીમે ધીમે અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે ત્યારબાદ આ થોડા દિવસોમાં મહારાષ્ટ્રમાં દાખલ થઇ શકે છે. મહારાષ્ટ્રમાં મોનસૂનના આગમનની સાથે જ થાણે, રાયગઢ, દક્ષિણ, કોંકણ, પૂણે, કોલ્હાપુર, સાતારા અને સાંગલી વગેરે વિસ્તારોમાં જોરદાર અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથે જ આગામી બેથી ત્રણ દિવસમાં કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં મોનસૂન સક્રિય થઇ જશે. ત્યારબાદ અહીં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગાજવીજ સાથે વરસાદની સંભાવના
સાથે જ હવામાન વિભાગના અનુસાર આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગરજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ગિલગિત બાલ્ટિસ્તાન, લદ્દાખ, પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પૂર્વી રાજસ્થાન, ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આઇએમડીના અનુસાર આ મોનસૂન દરમિયાન દેશના મોટાભાગ ભાગોમાં સામાન્યથી માંડીને સામાન્યથી વધુ વરસાદનું અનુમાન છે. સાથી જ તેમનું કહેવું છે કે આ વખતે દક્ષિણ-પશ્વિમ મોનસૂને બે દિવસ મોડી એન્ટ્રી મારી છે. આઇએમડીના અનુસાર કેરલની ઉપર દક્ષિણ પશ્વિમ મોનસૂનની શરૂઆત સામાન્યત: એક જૂને થાય છે પરંતુ આ વખતે બે દિવસ મોડું ત્રણ દિવસ મોડું ત્રણ જૂને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે