અગસ્તા કૌભાંડનું અથ:થી ઇતી: કોણ, ક્યાં અને ક્યારે તમામ સવાલનાં મળશે જવાબ

અજીત ડોભાલ અને સીબીઆઇનાં નિર્દેશક નાગેશ્વર રાવ અને ગુંચવાડાભરી પ્રક્રિયાઓ છતા પણ કૌભાંડીને દેશ લઇને આવ્યા

અગસ્તા કૌભાંડનું અથ:થી ઇતી: કોણ, ક્યાં અને ક્યારે તમામ સવાલનાં મળશે જવાબ

નવી દિલ્હી : હાલ અગસ્તાવેસ્ટલેન્ડ કૌભાંડના વચેટિયાને સીબીઆઇ દ્વારા ભારત લાવવામાં આવ્યો. જેમાં સીબીઆઇની તથા અજીત ડોવલની ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા રહી હતી. લાંબી પ્રક્રિયા અને ગુંચવાડાભરી કાર્યવાહી બાદ આ ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યો છે. દુબઇની જેલમાં રહેલ મિશેલને ભારત ખાતે લવાયો હતો. તેને મેડિકલ તપાસ બાદ પુછપરછ માટે સીબીઆઇની વિશેષ કોર્ટમાં રજુ કરવામાં આવસશે. જો કે આ બધી જ સરકારી કાર્યવાહીઓ વચ્ચે સામાન્ય માણસને જરૂર સવાલ થાય કે વેસ્ટલેન્ડ ડીલ શું છે ? તેમાં શું ભ્રષ્ટાચાર થયો જેનાં કારણે હાલ આ મુદ્દો આટલો ઉછળી રહ્યો છે ? આવો જાણીએ અગસ્તા વેસ્ટલેન્ડ ડીલથી અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ થવા સુધીનો તબક્કો...
વારાણસી સંકટ મોચન મંદિરને 2006 કરતા પણ શક્તિશાળી વિસ્ફોટ કરી ઉડાવી દેવાની ધમકી...
દુબઇ સરકાર દ્વારા મિશેલનાં પ્રત્યાર્પણને પહેલા જ મંજુરી આપી દેવામાં આવી. કોર્ટનાં આ ચુકાદા વિરુદ્ધ મિશેલે અપીલ કરી હતી જો કે કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી. મિશેલ દુબઇમાં પોતાની ધરપકડ બાદથી જેલમાં જ છે. તેને યુએઇમાં કાયદાકીય અને ન્યાયીક કાર્યવાહી ચાલુ રહે તેટલો સમય પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. સીબીઆઇનાં અનુસાર મિશેલ પર આ ડીલમાં સહ-આરોપીની સાથે મળીને કાવત્રું રચવાનો આરોપ છે. તેનાં હેઠળ અધિકારીઓએ વીવીઆઇપી હેલિકોપ્ટરની ઉંચાઇ 6000 મીટરથી ઘટાડીને 4500 મીટર કર પોતાનાં સરકારી પદનો દુરૂપયોગ કર્યો. ભારત સરકારે 8 ફેબ્રુઆરી, 2010નાં રોજ સંરક્ષણ મંત્રાલય દ્વારા અગસ્તા વેસ્ટલેન્ડ ઇન્ટરનેશનલ લિમિટેડને આશરે 55.62 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 

ઇડીએ મિશેલની વિરુદ્ધ જુન 2016માં દાખલ પોતાની ચાર્જશીટમાં કહ્યું હતું કે, મિશેલને અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી 225 કરોડ રૂપિયા મળ્યા હતા. ચાર્જશીટ અનુસાર આ રકમ બીજુ કંઇ નહી પરંતુ કંપની દ્વારા આપવામાં આવેલી લાંચ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મિશેલે આ રકમનો ઉપયોગ કરીને અન્ય અધિકારીઓને સાધીને ડીલના કેટલાક નિયમોમાં પરિવર્તન કરાવ્યું હતું. જેનાં બદલે તેણે અધિકારીઓને લાંચ પણ આપી હતી. ત્યાર બાદ આ કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ હતી.

સીબીઆઇએ પ્રત્યાર્પણ અંગે જણાવતા કહ્યું કે,રાષ્ટ્રીય સુરક્ષ સલાહકાર (NSA) અજીત ડોફાલની દેખરેખ હેઠલ આ મિશન પુર્ણ કરવામાં આવ્યું. આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ડોભાલ સીબીઆઇનાં હાલનાં નિર્દેશક નાગેશ્વર રાવના સતત સંપર્કમાં હતા. અત્યાર સુધી લાંચ આપનાર મિશેલ અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે કાયદેસરની કાર્યવાહીથી બચી રહ્યો હતો. ભારતીય તપાસ એજન્સીએ 3600 કોરડ રૂપિયાનાં હેલિકેપ્ટર સોદા મુદ્દે ઘણા દિવસોથી બ્રિટિશ નાગરિક મિશેલને શોધી રહી હતી.

આ ઘટનાક્રમ ત્યારે ચાલુ થયો જ્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત આરબ અમીરાતમાં પોતાના સમકક્ષ અબ્દુલ્લા બિન જાયદે અબુ ધાબીમાં વ્યાપક ચર્ચા કરી. ભારતે મિશેલનાં પ્રત્યાર્પણ માટે ઔપચારિક રીતે 2017માં અપીલ કરી હતી. આ અપીલ સીબીઆઇ અને ઇડી દ્વારા કરવામાં આવેલી તપાસનાં આધારે કરવામાં આવી હતી. ભારત માટે મિશેલનું પ્રત્યાર્પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું શક્તિપ્રદર્શન છે. ઉપરાંત 3600 કરોડની વેસ્ટલેંડ ડીલમાં દેશનાં ટોપનાં રાજનીતિક નેતાઓ ઉપરાંત અધિકારીઓ સંડોવાયેલા હોવાનાં કારણે આ કેસ ખુબ જ હાઇપ્રોફાઇલ બની ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news