Viral Video: બાળકને જો આ રીતે સ્કૂટી પર આગળ ઊભા રાખતા હોવ તો સાવધાન...આંખ ઊઘાડનારો કિસ્સો

સ્કૂટી ચલાવવું આમ તો સરળ છે કારણ કે તેમાં બાઈક અને સ્કૂટરની જેમ ગિયર બદલવાની માથાકૂટ હોતી નથી. બસ એક્સિલેટર ફેરવો અને સ્કૂટી દોડવા લાગે છે. પરંતુ જ્યારે સ્કૂટીના આગળના ભાગમાં બાળક ઊભું હોય તો તમારે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્કૂટીનું એન્જિન બંધ હોય અથવા તો તમારા નિયંત્રણમાં હોય. કારણ કે જો તમે જરાય બેદરકારી વર્તી તો દુર્ઘટના થઈ શકે છે. 

Viral Video: બાળકને જો આ રીતે સ્કૂટી પર આગળ ઊભા રાખતા હોવ તો સાવધાન...આંખ ઊઘાડનારો કિસ્સો

સ્કૂટી ચલાવવું આમ તો સરળ છે કારણ કે તેમાં બાઈક અને સ્કૂટરની જેમ ગિયર બદલવાની માથાકૂટ હોતી નથી. બસ એક્સિલેટર ફેરવો અને સ્કૂટી દોડવા લાગે છે. પરંતુ જ્યારે સ્કૂટીના આગળના ભાગમાં બાળક ઊભું હોય તો તમારે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્કૂટીનું એન્જિન બંધ હોય અથવા તો તમારા નિયંત્રણમાં હોય. કારણ કે જો તમે જરાય બેદરકારી વર્તી તો દુર્ઘટના થઈ શકે છે. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આવો જ કઈક કિસ્સો જોવા મળ્યો છે. માતા પિતા માટે આ આંખ ઉઘાડતો કિસ્સો છે. 

44 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે સફેદ રંગની સ્કૂટી ઊભી છે. એક વ્યક્તિ સ્કૂટી પર સવાર છે. સ્કૂટી ચાલુ છે પણ ઊભી છે. સ્કૂટીના આગળના ભાગમાં બાળક ઊભું છે. ત્યારે જ એક મહિલા બહાર આવે છે અને સ્કૂટી પર આગળ ઊભેલા વ્યક્તિને કઈંક પકડાવવા લાગે છે. ત્યાં તો બાળક સ્કૂટીનું એક્સિલેટર ઘૂમાવી દે છે. ત્યારબાદ સ્કૂટી કાબૂ ગુમાવીને ભાગવા માડે છે અને પડી જાય છે. વ્યક્તિ અને બાળકને પડતા જોઈ શકાય છે આ જોઈને આજુબાજુ ઊભેલા લોકો મદદે દોડે છે. આ ઘટના ઘટી ત્યારે ત્યાં હાજર લોકોએ વ્યક્તિની બે ભૂલ જણાવી તે જાણવા જેવું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લોકોએ જે ભૂલ જણાવી તે મુજબ પહેલી તો એ કે વ્યક્તિએ હેલમેટ પહેરેલી નહતી અને બીજી એ કે બાળકે જ્યારે સ્કૂટીનું હેન્ડલ પકડ્યું હતું ત્યારે સ્કૂટી ચાલુ હતું. આવામાં તેણે જ્યારે એક્સિલેટર ઘૂમાવ્યું તો ગંભીર અકસ્માત સર્જાઈ ગયો. 

Mistake 2: Bike tuned on, unsupervised and kid standing in front holding the accelerator.pic.twitter.com/8QbyyBfy1f

— Roads of Mumbai (@RoadsOfMumbai) December 19, 2022

આ વીડિયો ટ્વિટર હેન્ડલ પર @imvivekgupta દ્વારા સોમવારે 19 ડિસેમ્બરે પોસ્ટ કરાયો છો. જેમાં કેપ્શનમાં લખાયું છે કે જ્યારે બાળક સ્કૂટી પર સવાર હોય તો સ્કૂટીને રોક્યા બાદ તેનું એન્જિન જરૂર બંધ હોવું જોઈએ. નહીં તો આ ઘટના તમારી સાથે પણ ઘટી શકે છે. વ્યક્તિએ દાવો કરતા કહ્યું કે આ ઘટના મહારાષ્ટ્રના સિંધુદુર્ગની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news