Emotional Video: રસ્તાની સાઈડમાં બેઠેલી મહિલાએ ખાવાનું મળવા પર આપ્યું આ રિએક્શન
દેશમાં વધતા કોરોના સંક્રમણે (Corona Cases In India) લોકોની દુનિયા બદલી નાખી છે. દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરવા શક્ય તમામ મદદ કરી રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી: દેશમાં વધતા કોરોના સંક્રમણે (Corona Cases In India) લોકોની દુનિયા બદલી નાખી છે. દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરવા શક્ય તમામ મદદ કરી રહ્યો છે. કોરોના સંક્રમણના (Coronavirus) કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉનની (Lockdown) સ્થિતિ બની ગઈ છે તો કેટલી જગ્યાઓ પર નાઈટ કર્ફ્યૂ (Corona Curfew) લગાવવામાં આવ્યું છે. આ કારણથી ઘણા લોકોને રોજગાર (Unemployment In India) સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે એક ખુબ જ ઈમોશનલ વીડિયો (Emotional Video) વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
ખાવાનું મળવા પર ભાવુક થઈ વૃદ્ધ મહિલા
આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ (IPS Officer Dipanshu Kabra) પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર એક વૃદ્ધ મહિલાનો વીડિયો (Woman Video) શેર કર્યો છે. આ મહિલા ખૂબ જ દયનીય હાલતમાં રસ્તાની બાજુમાં બેઠી હતી. તેમને જોઈને એક વ્યક્તિનું હૃદય ભાવુક થઈ ગયું હતું. તેણે તે વૃદ્ધ મહિલાને ખાવાનું અને પાણીની બોટલ આપી. વ્યક્તિની ઉદારતા જોઈને મહિલા ખૂબ જ ભાવનાત્મક રીતે રડવા લાગી. તમે પણ જુઓ ઇમોશનલ વીડિયો (Emotional Video).
वीडियो में सहायता मिलने पर माताजी की खुशी देख आंखें नम हो गयीं. वे पैसे भी दे रहीं थीं, लेकिन सहायता करने वाले सहजता से मना किया.
बुज़ुर्गों को इस हाल में देखकर दुख होता है. जहां बुज़ुर्गों को यूं हाशिये पर छोड़ा जाएगा, उस समाज का पतन निश्चित है.
Please take care of elderlies! pic.twitter.com/5SQZgBCSot
— Dipanshu Kabra (@ipskabra) April 25, 2021
મહિલાએ શખ્સને આપ્યા પૈસા
ખાવાનું અને પાણી લીધા બાદ તે વૃદ્ધ મહિલા એટલી ભાવુક થઈ ગઈ કે કે શખ્સને પોતાની પાસે રાખેલા પૈસા આપવા લાગી. આ વીડિયોના કેપ્શનમાં આઇપીએસ ઓફિસરે લખ્યું- વીડિયોમાં મદદ મળ્યા બાદ માતાજીની ખુશી જોઇ આંખો નમ થઈ ગઈ. તે પૈસા પણ આપી રહી હતી, પરંતુ મદદ કરનારે પૈસા લેવાની ના પાડી દીધી. વૃદ્ઘાને આ હાલમાં જોઇ દુ:ખ થયા છે. જ્યાં વૃદ્ધોને આ રીતે રસ્તા પર છોડવામાં આવશે, તે સમાજનું પતન નિશ્ચિત છે.
50 હજારથી વધુ લોકોએ જોયો વીડિયો
આ વીડિયો ફક્ત 27 સેકન્ડનો છે. અત્યાર સુધીમાં 55 હજારથી વધુ લોકો તેને જોઇ ચૂક્યા છે. તમામ યૂઝર્સ કોમેન્ટ કરી શખ્સ અને મહિલાની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે કેટલાક યૂઝર્સે મહિલાની મદદ કરવાની દરખાસ્ત પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે