Vastu Tips: સાવધાન...ઘરમાં આ 2 વસ્તુ કદાપિ ન રાખવી, ભર્યું ભાદર્યુ ઘર બરબાદ થઈ જશે!

ભર્યા ભાદર્યા ઘરમાં રહેતા લોકોએ ક્યારેય અહીં જણાવેલી બે વસ્તુઓ પોતાના ઘરમાં રાખવી નહીં. જો તમે રાખશો તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરુ કહે છે કે જે પરિવાર આ ભૂલ કરે છે તેઓ એવી મુશ્કેલીઓ અને દહેશતમાંથી પસાર થાય છે જેની કલ્પના પણ ન  કરી હોય. તેના પરિણામ ખરાબ આવી શકે છે. 

Vastu Tips: સાવધાન...ઘરમાં આ 2 વસ્તુ કદાપિ ન રાખવી, ભર્યું ભાદર્યુ ઘર બરબાદ થઈ જશે!

ભર્યા ભાદર્યા ઘરમાં રહેતા લોકોએ ક્યારેય અહીં જણાવેલી બે વસ્તુઓ પોતાના ઘરમાં રાખવી નહીં. જો તમે રાખશો તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરુ કહે છે કે જે પરિવાર આ ભૂલ કરે છે તેઓ એવી મુશ્કેલીઓ અને દહેશતમાંથી પસાર થાય છે જેની કલ્પના પણ ન  કરી હોય. તેના પરિણામ ખરાબ આવી શકે છે. જાણો એવી કઈ બે વસ્તુઓ છે. 

શાલીગ્રામ
શાલીગ્રામ એક ખાસ પ્રકારનો પથ્થર હોય છે. જે ખુબ જ દુર્લભ હોય છે. સામાન્ય રીતે લોકો તેને ઘરમાં રાખીને પૂજા કરવાનું શરૂ કરી દે છે. પરંતુ શું તમને ખબર છે કે સમુદ્ર કિનારાઓ પર સામાન્ય રીતે મળતા  રત્ન જ્યોતિ શાલિગ્રામ કહીને વેચાય છે. બજારમાં કોઈ પણ કાળા રંગના પથ્થરને શાલિગ્રામ બોલીને વેચાય છે. વાસ્તવમાં એ શાલિગ્રામ હોતો નથી. મોટાભાગના શાલિગ્રામ જે તમે જોતા હોવ છે તેમાં કોઈ ખાસ ગુણ ન હોય પરંતુ તે ફક્ત એક સુંદર પથ્થર હોય છે. 

સદગુરુ કહે છે કે શાલિગ્રામ એક ખુબ જ દુર્લભ પથ્થર છે. જે કરોડોમાં એક હોય છે. જો તમને તે મળી જાય તો તમે પણ તેમા ફરક શોધી શકશો નહીં. જો તમે એક ખાસ પ્રકારના વ્યક્તિ હોવ તો જ તમને તેના વિશે જાણકારી મળી શકે છે. જો તમે એક અસલ શાલિગ્રામ પથ્થર ઉઠાવી લો તો તમે ખરેખર મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. જો તમને તેને સંભાળીને રાખવાની રીત ખબર નથી તો તમે ખુબ મોટી મુસીબતમાં મુકાઈ શકો છો. તે ખુબ વિનાશકારી સાબિત થઈ શકે છે. પરંતુ હા એકવાત એ પણ સાચી છે કે જો તમને શાલિગ્રામ સાચવવાની સાચી રીત ખબર હોય તો તે કોઈ ખજાનાથી કમ નથી. 

જે લોકો કૌટુંબિક જીવન જીવે છે, જે લોકો પૂરતા અનુશાસન, એકાગ્રતા અને જાગૃતતાનું જીવન જીવે છે તેમણે પોતાના ઘરમાં ક્યારેય શાલિગ્રામ રાખવો જોઈએ નહીં. જો તેઓ આમ કરે તો તેમણે ખુબ જ અશાંતિમાંથી પસાર થવું પડે છે. એવા અનેક પરિવાર છે જ્યાં અનેક પેઢીઓ પહેલા લોકો ઘરમાં શાલિગ્રામ લાવ્યા અને તેનો યોગ્ય પ્રકારે ઉપયોગ કરીને સફળ થયા. પરંતુ તેમના મૃત્યુ  બાદ પછીની પેઢીને તેની જાણકારી નહતી અને આવા પરિવારોએ મોટી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું. 

વાત જાણે એમ છે કે લોકોને એ ખબર હોતી નથી કે તેમની ઉર્જા કેવી રીતે સંભાળે. દાખલા તરીકે તમારી પાસે એક પાવરહાઉસ છે. તમારા ઘરમાં ઉર્જા પેદા કરવાનો સ્ત્રોત છે. તમને તે ઉર્જા સંભાળતા આવડતી નથી. આથી તમે જ્યારે પણ તેનો પ્રયોગ કરવાની કોશિશ કરશો તો પરેશાનીમાં મૂકાશો. શાલિગ્રામ એક જબરદસ્ત ઉર્જાનો ભંડાર છે. તે એક નાના બ્રહ્માંડની જેમ છે. કારણ કે તેમાં એવી જ ઉર્જા રહે છે જેવી કોઈ મોટા બ્રહ્માંડમાં હોય છે. 

એકમુખી રુદ્રાક્ષ
તમે અનેકવાર લોકોમાં એકમુખી રુદ્રાક્ષને ધારણ કરવાની હોડ જોઈ હશે. દરેકને એકમુખી રુદ્રાક્ષ જોઈએ છે. જ્યારે માણસના પોતાના અનેક મુખ હોય છે. જ્યારે તમારા અનેક મુખ હોય છે અને તે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરો તો નિશ્ચિત રીતે તમે પરેશાની નોતરી રહ્યા છો. તમારે આ ફક્ત ત્યારે જ પહેરવો જોઈએ જ્યારે તમારું જીવન એક જ લક્ષ્ય પર  કેન્દ્રીત હોય છે. આથી આવી અનોખી ચીજો શોધવાનું બંધ કરવું જોઈએ. 

સદગુરુ કહે છે કે શાલિગ્રામ કે એકમુખી રુદ્રાક્ષને પોતાની પાસે રાખવાની કે ધારણ કરવાની જીદ છોડવી જોઈએ. આ અસલ આધ્યાત્મિક પ્રક્રિયા નથી. આ બસ નિશાનીઓ ભેગી કરવાની તલબ છે. દરેક ચીજને પવિત્ર અને શ્રેષ્ઠ માનવાનું બંધ કરવું જોઈએ. તેમને ઝાડના મૂળિયા, નદી કે સમુદ્ર કિનારે શોધવાનું પણ બંધ કરવું જોઈએ. જો તમે આ  ચીજોને લાયક છો તો તેઓ કોઈને કોઈ પ્રકારે તમારા સુધી પહોંચી જશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news