ઉત્તરકાશીમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, અકસ્માતમાં 22 લોકોના મોત

Uttarkashi Bus Accident: યમુના ઘાટીમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકતાં 22 લોકોના મોત થયા છે. આ બસ લગભગ 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે. સૂચના મળતાં જ એસડીઆરએફના જવાનોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. 

ઉત્તરકાશીમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, અકસ્માતમાં 22 લોકોના મોત

Uttarkashi Bus Accident: યમુના ઘાટીમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકતાં 22 લોકોના મોત થયા છે. આ બસ લગભગ 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે. સૂચના મળતાં જ એસડીઆરએફના જવાનોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. એસપી અર્પણ યઘુવંશીએ જણાવ્યું કે ડામટાથી લગભગ 2 કિલોમીટર નૌગાંવ તરફ આ અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર મુસાફરો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી હતા. ત્રણ એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022

દુર્ઘટનામાં 6 લોકોના દર્દનાક મોત
ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાંથી 28 તીર્થયાત્રીઓને લઇને જઇ રહેલી બસ ઉત્તરકાશી જિલ્લાના ડામટા પાસે ખીણમાં ખાબકી હતી. ઘટનાસ્થળે રાહત બચાવ કાર્ય શરૂ છે. અત્યાર સુધી અકસ્માતના સ્થળેથી 6 લોકોની લાશ મળી આવી છે. જ્યારે 6 ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલવમાં આવ્યા છે. ઘટનાસ્થળે પોલીસ અને એસડીઆરએફ રાહત બચાવ કાર્યમાં છે. 

લાશોની તપાસ શરૂ
અત્યાર સુધી ઘટનાસ્થળે 16 લાશ મળી છે. અત્યાર સુધી મળેલી લાશોની ઓળખ થઇ શકી નથી. અકસ્માતની જગ્યાએ મળી રહેલા બેગ-પર્સ અને મોબાઇલની મદદથી લાશોની ઓળખ કરવામાં આવી રહી છે. બસમાં સવાર મુસાફરોની સંખ્યા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 27 થી 28 મુસાફરો સવાર હતા. ઘાયલોને ડામટા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તમામ ઘાયલોને ગંભીર ઇજાઓ પહોંચી છે. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022

ખીણમાં ઠેર ઠેર લાશો
મધ્યપ્રદેશથી યાત્રા પર નિકળેલા તીર્થયાત્રીઓને અકસ્માતનો બિલકુલ અંદાજો નહી હોય. અચાનક બસ ખીણમાં પડતાં બધા સ્તબ્ધ થઇ ગયા. એક પળમાં બધું વેર વિખેર થઇ ગયું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઠેરઠેર લાશો જ જોવા મળી રહી છે. ખીણ તરફ નજર કરતાં રૂવાડાં ઉભા થઇ રહ્યા છે. બસ ખીણ પડતાં ત્યાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. ચોતરફ ચીસો સંભળાઇ રહી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ખીણમાં પડ્યા બાદ બસના ફૂરચા ઉડી ગયા. 

પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં 28 થી 29 મુસાફરો હતા, ચારથી પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news