Corona: કોરોનાના ભયંકર પ્રકોપના પગલે ચારધામ યાત્રા રદ, CM તીરથ સિંહ રાવતે કરી જાહેરાત

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે.

Corona: કોરોનાના ભયંકર પ્રકોપના પગલે ચારધામ યાત્રા રદ, CM તીરથ સિંહ રાવતે કરી જાહેરાત

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે ચાર મંદિરોના પૂજારીઓને જ ફક્ત પૂજા અને અન્ય વિધિ કરવા માટે મંજૂરી રહેશે. 

એક જ દિવસમાં 3.79 લાખથી વધુ કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ સમગ્ર દેશમાં કોરોના વાયરસના નવા  3,79,257 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,50,86,878 લોકો રિકવર થયા છે. જ્યારે 30,84,814 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 

— ANI (@ANI) April 29, 2021

એક જ દિવસમાં દેશમાં કોરોનાથી 3645 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃતકોની સંખ્યા 2,04,832 થઈ છે. દેશમાં એક જ દિવસમાં 2,69,507 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ 15,00,20,648 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news