યુપીમાં યોગી સરકારનો મહત્વનો નિર્ણય, આ 17 જાતિઓ હવે SCમાં સામેલ
Trending Photos
લખનઉ: યુપીમાં યોગી આદિત્યનાથની સરકારે એક મોટું પગલું ભરતા 17 ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં સામેલ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આ નિર્ણય યુપીના રાજકારણની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે. યુપી સરકારે કશ્યપ, કુંભાર, અને મલ્લાહ જેવી ઓબીસી જાતિઓને એસસીમાં સામેલ કરી છે.
જે જાતિઓને એસસી કેટેગરીમાં સામેલ કરી છે તેમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ, રાજભર, કહાર, કુંભાર, ધીમર, માંઝી, તુરહા, ગૌડ ઈત્યાદિ, છે. જિલ્લા અધિકારીઓને આ અંગે નિર્દેશ અપાયા છે કે આ પરિવારોને જાતિ સર્ટિફિકેટ આપવામાં આવે.
જુઓ LIVE TV
યુપી સરકારના આ મોટા નિર્ણય પર સપા અને બસપાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે પૂર્વની સરકારોએ પણ આ પ્રકારનું પગલું લેવાની કોશિશ કરી હતી પરંતુ ત્યારની સરકારો તેને અંજામ સુધી પહોંચાડી શકી નહતી. હવે સરકારે તેના અમલીકરણ કરવાની અને ડગ વધાર્યા છે.
ભાજપ માટે મહત્વનો નિર્ણય
હાલ યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં વાર છે પરંતુ ભાજપ પોતાના સ્તર પર તૈયારીઓમાં લાગેલ છે. યુપીમાં તેની નજર બિન જાદવ મતદારો પર છે. આ વોટર્સ ગત ચૂંટણીમાં તેઓ ભાજપ તરફી હતા. આવામાં ભાજપ ઈચ્છે છે કે આ જાતિના વોટર્સને સંપૂર્ણ રીતે પોતાની તરફ કરી લેવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે