UP Election Result 2022 Live: 'બુલડોઝર સામે કઈ ન આવી શકે, અમને પહેલેથી જ ખબર હતી અમારી સરકાર બનશે'

UP Assembly Election Result 2022 Constituency Wise Live Updates: ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે.

UP Election Result 2022 Live: 'બુલડોઝર સામે કઈ ન આવી શકે, અમને પહેલેથી જ ખબર હતી અમારી સરકાર બનશે'

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. યુપી વિધાનસભા ચૂંટણીની તમામ તાજા અપડેટ.....

પક્ષ લીડ જીત
ભાજપ+ 265  
સપા + 133  
બસપા+ 02  
કોંગ્રેસ 01  
અધર્સ 02  

બુલડોઝર આગળ કઈ ન આવી શકે- હેમા માલિની
યુપીના મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે અમને પહેલેથી જ ખબર હતી કે અમારી સરકાર બનશે. અમે વિકાસના દરેક પહેલું માટે કામ કર્યું છે. આ જ કારણ છે કે જનતા અમારા પર ભરોસો કરે છે. બુલડોઝર સામે કઈ પણ આવી શકે નહીં. કારણ કે તે એક મિનિટમાં બધુ ખતમ કરી શકે છે. પછી ભલે સાઈકલ હોય કે બીજુ કઈ. તેમણે વધુમાં કહ્યું કે મોંઘવારી આગળ પાછળ થતી રહે છે. કોઈ પણ સરકાર આવે તો, મુદ્દો એ છે કે મહિલાઓને સુરક્ષા આપી રહ્યા છે કે નહીં, મહિલાઓ પહેલાની સરકારમાં ખુબ પરેશાન હતી. હવે મહિલાઓ સુરક્ષિત છે. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 10, 2022

રવિ કિશને મીઠાઈ વહેંચી
ગોરખપુરના સાંસદ અને ભાજપના નેતા રવિ કિશને ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત પર મીઠાઈ વહેંચી. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મોદીજીએ પાર્ટી કાર્યકરો અને મંત્રીઓને હંમેશા ગ્રાઉન્ડ સ્તરે કામ કરવાની શીખામણ આપી છે અને આ જીત તેનું જ પરિણામ છે. આ રાજ રાજ્યની શરૂઆત છે. 

Modi Ji's teaching that party workers, ministers should always work on the ground has brought us this win. This is the beginning of Ram Rajya, he says. #UttarPradeshElections2022 pic.twitter.com/cFUMKio1xu

— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 10, 2022

સ્વામી પ્રસાદ મૌર્ય પાછળ઼
રામપુર બેઠકથી સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન આગળ છે. જ્યારે ફાઝિલનગરથી સ્વામી પ્રસાદ મોર્ય પાછળ છે. 

UP Election Result 2022 Live: BJP छोड़ सपा में गए स्वामी प्रसाद मौर्य पीछे, आजम खान चल रहे हैं आगे

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લુ પાછળ
સહારનપુર ગ્રામીણથી સપાના આશુ મલિક આગળ છે, પૂરનપુરથી ભાજપના બાબુરામ પાસવાન, બાંગરમઉથી ભાજપના શ્રીકાંત કટિયાર આગળ, છપરૌલીથી આરએલડીના અજયકુમાર, મેરઠ કેન્ટથી ભાજપના અમિત અગ્રવાલ, તમકુહી રાજથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લુ પાછળ છે. 

મતગણતરી વચ્ચે અખિલેશ યાદવનું ટ્વીટ
મતગણતરી વચ્ચે અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું છે કે ઈમ્તિહાન બાકી હૈ અભી હૌંસલો કા, વક્ત આ ગયા હે અબ ફેંસલો કા. મતગણતરી કેન્દ્રો પર દિવસ રાત સતર્ક અને સચેત રીતે સક્રિય રહેવા બદલ સપા-ગઠબંધનના દરેક કાર્યકર, સમર્થક, નેતાગણ, પદાધિકારી અને શુભચિંતકને હ્રદયથી ધન્યવાદ! લોકતંત્રના સિપાઈ જીતનું પ્રમાણપત્ર લઈને જ પાછા ફરે!

मतगणना केंद्रों पर दिन-रात सतर्क और सचेत रूप से सक्रिय रहने के लिए सपा-गठबंधन के हर एक कार्यकर्ता, समर्थक, नेतागण, पदाधिकारी और शुभचितंक को हृदय से धन्यवाद!

‘लोकतंत्र के सिपाही’ जीत का प्रमाणपत्र लेकर ही लौटें!

— Akhilesh Yadav (@yadavakhilesh) March 10, 2022

ગોરખપુરથી યોગી આદિત્યનાથ આગળ
ગોરખપુર શહેર બેઠક પરથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ ચાલી રહ્યા છે. જ્યારે કરહલથી અખિલેશ યાદવ આગળ છે. નોઈડાથી ભાજપના ઉમેદવાર પંકજ સિંહ આગળ છે જ્યારે મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ અલાહાબાદ સીટ પર પાછળ છે. 

મતગણતરી શરૂ, પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી
યુપીમાં તમામ 403 વિધાનસભા સીટો માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા બેલેટ પેપેરનું કાઉન્ટિંગ થઈ રહ્યું છે.. સવારે 8 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટના મત ગણતરી થશે. 8.30 વાગ્યાથી પોસ્ટલ  બેલેટ સાથે ઈવીએમના મતની પણ ગણતરી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે યુપીમાં તમામ 403 સીટો માટે લગભગ 3 લાખ 70 હજાર પોસ્ટલ બેલેટ મત પડ્યા છે. 

મતગણતરી પહેલા ભાજપનો જીતનો દાવો
યુપી સરકારના મંત્રી બૃજેશ પાઠકે મતગણતરી પહેલા કહ્યું કે અમે સંપૂર્ણ રીતે આશ્વસ્ત છીએ કે ભાજપ પ્રચંડ બહુમતથી ફરી સત્તામાં આવી રહ્યો છે. પ્રદેશના લોકોએ પ્રધાનમંત્રીની ગરીબ કલ્યાણ યોજનાઓ પર મહોર લગાવી છે. અમે ભારે બહુમતથી જીતવાના છીએ. 

યુપીની 403 બેઠકો માટે આજે મતગણતરી
યુપીની તમામ 403 બેઠકો પર થયેલી ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આજે નક્કી થઈ જશે કે પ્રદેશમાં ફરી એકવાર યોગી આદિત્યનાથ કે પછી અખિલેશ યાદવની વાપસી થશે. 

જુઓ Video

સાત તબક્કામાં થયું હતું મતદાન
યુપીની તમામ બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો માટે મત પડ્યા હતા. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કા માટે 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 59 બેઠકો માટે, 27 ફેબ્રુઆરીએ પાચમા તબક્કામાં 61 બેઠકો માટે 3 માર્ચના રોજ 57 બેઠકો માટે અને 7 માર્ચે છેલ્લા તબક્કામાં 54 બેઠકો માટે મતદાન થયું હતું. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news