UP Board Exam 2023: વિદ્યાર્થિનીએ ઉત્તરવહીમાં લખ્યું છોકરીઓને તો કેટલું કામ હોય છે તમે જાણો જ છોને તૈયારી નથી કરી શકી પાસ કરી દે જો સર...

UP Board Exam 2023: યુપી બોર્ડની હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટની પરીક્ષાઓ પૂરી થયા બાદ ઉત્તરવહીના મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું છે . કેટલીક ઉત્તરવહીમાં ઉમેદવારોએ પ્રશ્નનો જવાબ આપવાને બદલે પાસ થવા વિનંતી લખી છે. વિનંતીના કારણો પણ એવા હતા કે તેને વાંચીને પરીક્ષકો હસતા રહી ગયા.

UP Board Exam 2023: વિદ્યાર્થિનીએ ઉત્તરવહીમાં લખ્યું છોકરીઓને તો કેટલું કામ હોય છે તમે જાણો જ છોને તૈયારી નથી કરી શકી પાસ કરી દે જો સર...

UP Board Exam 2023:  જીઆઈસી, શાહજહાંપુર ખાતે શુક્રવારે બાયોલોજીની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. દરમિયાન એક વિદ્યાર્થિનીએ ઉત્તરવહીમાં લખેલું જોવા મળ્યું કે 'સર, અમને બાયોલોજી સંબંધિત કંઈ ખબર નથી. અમારું ઘર શાળાથી એટલું દૂર છે કે અમે રોજ શાળાએ પણ જઈ શકતા નથી. તેને ઘરે રસોઈ બનાવવામાં મોડું થાય છે. તમે જાણો છો કે છોકરીઓને ઘરે  કેટલું કામ હોય છે.

શિક્ષક પ્રેમશંકરે જણાવ્યું કે ઉત્તરવહીમાં આવા મેસેજ લખેલા જોવા મળી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં રૂપિયા પણ મુક્યા હતા.  જી.આઈ.સી., ઈસ્લામીયા ઈન્ટર કોલેજ, દેવી પ્રસાદ ઈન્ટર કોલેજ, જનતા ઈન્ટર કોલેજ, એબેરીચ ઈન્ટર કોલેજ, એસ.પી. કોલેજ મળી કુલ છ કેન્દ્રો જીલ્લામાં મુલ્યાંકનની કામગીરી માટે ઉભા કરવામાં આવેલા છે. જેમાં મૂલ્યાંકન માટે ચાર લાખ ઉત્તરવહીઓ ફાળવવામાં આવી હતી. હાલ સુધી 2 લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

મૂલ્યાંકન કાર્યમાં રોકાયેલા ઘણા પરીક્ષકોની ગેરહાજરીને કારણે મૂલ્યાંકન કાર્ય ધીમે ચાલી રહ્યું છે.  ડીઆઈઓએસ શોકીન સિંહે કહ્યું કે તેમણે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા ન આવતા પરીક્ષકો સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news