નોકરીમાં બોસ હેરાન કરતો હોય તો આવતીકાલે શિવરાત્રીએ અચૂક કરો આ ઉપાય

 Maha Shivratri 2019 એટલે જો આ દિવસે વિધી-વિધાનથી શિવની પૂજા કરવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ વ્રત રાખવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને મનગમતુ વરદાન મળે છે. સમસ્યા ભલે ગમે તેવી હોય, પણ તેનુ સમાધાન મળી જ જાય છે. આ સમસ્યા જો નોકરી સાથે જોડાયેલી હોય તો પણ તમને શિવરાત્રીએ સમાધાન મળી શકે છે. જો તમે નોકરીની શોધમાં છો, તો ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો નીચે બતાવેલા ઉપાય કરી શકો છો.

નોકરીમાં બોસ હેરાન કરતો હોય તો આવતીકાલે શિવરાત્રીએ અચૂક કરો આ ઉપાય

નવી દિલ્હી : Maha Shivratri 2019 એટલે જો આ દિવસે વિધી-વિધાનથી શિવની પૂજા કરવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ વ્રત રાખવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને મનગમતુ વરદાન મળે છે. સમસ્યા ભલે ગમે તેવી હોય, પણ તેનુ સમાધાન મળી જ જાય છે. આ સમસ્યા જો નોકરી સાથે જોડાયેલી હોય તો પણ તમને શિવરાત્રીએ સમાધાન મળી શકે છે. જો તમે નોકરીની શોધમાં છો, તો ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો નીચે બતાવેલા ઉપાય કરી શકો છો.

જાણો નોકરી વિશેના ઉપાય

  • શિવલિંગ પર જળ ચઢાવીને ચોખા અર્પિત કરો.
  • શનિવારના દિવસે પીપળાના વૃક્ષનું એક પાંદડુ તોડો. પાંદડાને ગંગાજળથી સાફ કરો. પછી તેને થાળીમાં રાખીને 11 વાર ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરો. હવે તેને શિવજીને ચઢાવો.
  • આવતીકાલે સોમવારે શિવરાત્રિ આવી રહી છે, તેથી આ દિવસે સાંજના સમયે બીલ વૃક્ષની પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો. ફાયદો થશે. દર સોમવારે આવું કરી શકાય છે.

લગ્ન માટે કરો આ ઉપાય

  • શિવમંદિરમાં જાઓ. શિવલિંગ પર ગાયના દૂધથી રુદ્રાભિષેક કરો. 
  • શ્રી રામચરિતમાનસમાં વર્ણિત શિવ પાર્વતીના વિવાહનું પઠન કરો.
  • શિવરાત્રિના દિવસે ઘરના મંદિરમાં શિવના નામનો અખંડ દીપક પ્રગટાવો.
  • વ્રત રાખો. 108 બીલ પાન પર રામ રામ લખીને શિવલિંગ પર ચઢાવો. મનમાં વિવાહની મનોકામના પૂરી કરવાના વાત કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news