આ રાજ્યમાં ભાજપને જબરદસ્ત મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ 6500 કાર્યકારો સાથે છોડી પાર્ટી
હંગશાકુમારના ભાજપ છોડવા પર ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમે અનુશાસિત કાર્યકરોવાળી પાર્ટી છીએ. કેટલાક લોકો પક્ષ બદલે તેનાથી કોઈ ફરક પડતો નથી. જે અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે, તેવા લોકોથી અમારી પાર્ટી પ્રભાવિત થશે નહીં. અમે પહેલા રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અને પછી પાર્ટી માટે. તેમને પૂછવું જોઈએ કે ભાજપ કેમ છોડ્યો?
Trending Photos
Tripura News: ત્રિપુરામાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ટોચના આદિવાસી નેતા હંગશા કુમાર મંગળવારે આદિવાસી આધારિત પ્રમુખ વિપક્ષી પાર્ટી તિપ્રાહા સ્વદેશી પ્રગતિશીલ ક્ષેત્રીય ગઠબંધનમાં સામેલ થઈ ગયા. ભાજપ અને તેમના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)ના લગભગ 6500 આદિવાસીઓ સાથે, હંગશા કુમાર ઉત્તરી ત્રિપુરાના માનિકપુરમાં આયોજિત એક જાહેર રેલીમાં ટીઆઈપીઆરએમાં જોડાઈ ગયા.
ભાજપ પર કર્યા પ્રહાર
ટીઆઈપીઆરએ સુપ્રીમો અને ત્રિપુરાના પૂર્વ શાહી વંશત પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મન સહિત અન્ય લોકોએ જનસભાને સંબોધિત કરી જેમાં હજારો આદિવાસી પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો. તેમણે આ દરમિયાન ભાજપ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ ફક્ત કહેવાની વાત છે. જ્યારે અસલમાં તેનાથી ન તો આદિવાસ કે ન તો રાજ્યના બિન આદિવાસીઓ પર કોઈ અસર પડી છે.
હંગશા કુમાર હાલમાં 30 સભ્યોવાળી ત્રિપુરા જનજાતિય ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદ (ટીટીએએડીસી)ના વિપક્ષના નેતા છે, જેને એક મિની વિધાનસભા માનવામાં આવે છે. ટીટીએએડીસીમાં ભાજપના 9 સભ્ય છે જેને 6 એપ્રિલ 2021ની ચૂંટણીમાં ટીઆઈપીઆરએએ કબ્જો કર્યો હતો.
જ્યારે ટીઆઈપીઆરએએ ગત વર્ષ રાજનીતિક રીતે મહત્વની ટીટીએએડીસી પર કબજો કર્યો તો 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા ત્રિપુરામાં માકપાના નેતૃત્વવાળા ડાબેરી, કોંગ્રેસ અને ભાજપના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ રાજકીય વિકાસ બાદ તે ચોથી મોટી રાજકીય તાકાત બની ગઈ.
હંગશાકુમારના ભાજપ છોડવા પર ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમે અનુશાસિત કાર્યકરોવાળી પાર્ટી છીએ. કેટલાક લોકો પક્ષ બદલે તેનાથી કોઈ ફરક પડતો નથી. જે અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે, તેવા લોકોથી અમારી પાર્ટી પ્રભાવિત થશે નહીં. અમે પહેલા રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અને પછી પાર્ટી માટે. તેમને પૂછવું જોઈએ કે ભાજપ કેમ છોડ્યો?
'ભાજપ ફરી ખોટા વચનો આપશે'
આવેદન સોંપવા પર ટીઆઈપીઆરએ મોથાના પ્રમુખ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ કહ્યું કે 2018 અગાઉ ભાજપના ચૂંટણી વચનો છેલ્લા 4.5 વર્ષોમાં તેમના કામમાં જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે વર્ષ 2023માં ભાજપ ફરી ખોટા વચનો આપશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના બે-ત્રણ ટોચના નેતા આગામી 15 દિવસમાં મોથામાં જોડાઈ જશે.
બંધારણની છઠ્ઠી અનુસૂચિ મુજબ 1985માં બનેલી ટીટીએએડીસીનું ત્રિપુરાના 10491 વર્ગ કિમી ક્ષેત્રના બે તૃતિયાંશ ક્ષેત્રમાં અધિકાર ક્ષેત્ર છે અને અહીં 12,16,000 થી વધુ લોકોના ઘર છે જેમાંથી લગભગ 84 ટકા આદિવાસી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે