Tokyo Paralympics 2020: નોઈડાના ડીએમ Suhas L Yathiraj એ બેડમિન્ટન માટે ભારતમાં મેડલ પાક્કો કર્યો
ટોકિયો પેરાલિમ્પિક ગેમ્સ 2020માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. અત્યાર સુધીમાં 15 મેડલ પોતાના નામે કરનારા ભારતીય ખેલાડીઓ માટે આજનો દિવસ પણ ખુબ શાનદાર રીતે શરૂ થયો.
Trending Photos
નવી દિલ્હી: ટોકિયો પેરાલિમ્પિક ગેમ્સ 2020માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. અત્યાર સુધીમાં 15 મેડલ પોતાના નામે કરનારા ભારતીય ખેલાડીઓ માટે આજનો દિવસ પણ ખુબ શાનદાર રીતે શરૂ થયો. બેડમિન્ટનની SL4 કેટેગરીમાં ભારતના સુહાસ એલ યથીરાજે ફાઈનલમાં પ્રવેશ કરીને ભારત માટે વધુ એક મેડલ ફિક્સ કર્યો છે.
પ્રમોદ ભગતે પણ મેડલ કર્યો પાક્કો
પેરા બેડમિન્ટન પ્લેયર પ્રમોદ ભગત પણ SL3 કેટેગરીમાં ફાઈનલમાં પહોંચી ગયા છે. તથા ભારત માટે વધુ એક મેડલ પાક્કો કર્યો છે. જાપાનમાં દાઈસુકે ફુજીહારાને 21-11, 21-16થી હરાવી દીધો. 33 વર્ષના પ્રમોદ પોતાના વર્ગમાં વર્લ્ડ નંબર વન પણ છે અને એશિયન ચેમ્પિયન પણ છે.
#TokyoParalympics, Badminton Men's Singles SL4: Suhas L Yathiraj beats Setiawan Fredy, to play for gold pic.twitter.com/njlBWMuDMC
— ANI (@ANI) September 4, 2021
પ્રમોદ ભગતે માત્ર 36 મિનિટમાં આ ગેમ જીતી લીધી. પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટન સ્પર્ધા આ વર્ષથી શરૂ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે