વારાણસી સંકટ મોચન મંદિરને 2006 કરતા પણ શક્તિશાળી વિસ્ફોટ કરી ઉડાવી દેવાની ધમકી
કાશીના સંકટ મોચ મંદિરમાં 2006માં બોમ્બ વિસ્ફોટમાં 7 લોકોનાં મોત થયા હતા, ધમકીને હળવાશમાં નહી લેવાની પણ ચિમકી
Trending Photos
વારાણસી : વારાણસીનાં વિશ્વ પ્રસિદ્ધ સંકટ મોચન મંદિરને વિસ્ફોટ કરીને ઉડાવી દેવાનો પત્ર મળ્યા બાદ ભારે ભાગદોડ થઇ ગઇ છે. પત્રમાં 2006માં થયેલા વિસ્ફોટ કરતા પણ મોટો વિસ્ફોટ કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે.
સંકટ મોચન મંદિરનાં મહંત પ્રો. વિશ્વંભરનાથ મિશ્રના અનુસાર સોમવારે રાત્રે તેમને આ ધમકી આપતો પત્ર મળ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, માર્ચ 2006માં થયેલા વિસ્ફોટ કરતા પણ ભયાવહ વિસ્ફોટ કરશે. સાથે જ તેવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ ધમકીને હળવાશમાં લેવાની ભુલ ન કરવી.
મંગળવારે મોડી રાત્રે પ્રો. વિશ્વંભરનાથ મિશ્રએ લંકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરાવી હતી. આ પત્રમાં ઉલ્લેખ કરાયેલા બંન્ને નામ જમાદાર મિયાં અને અશોક યાદવ વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસ દ્વારા તપાસ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
સાત માર્ચ, 2006નાં રોજ સંકટ મોચન મંદિર, કૈંટ સ્ટેશન અને દશાશ્વમેઘ ઘાટ પર તબક્કાવાર બોમ્બ વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં સંકટ મોચ મંદિરમાં 7 અને કૈંટ સ્ટેશન પર 11 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે