ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન પર ભારે પડી શકે છે આ 3 ફેક્ટર, ભાજપના રણનીતિકાર ખુશ!
હવે ફરી એકવાર લોકસભા ચૂંટણી 2019 પહેલાં અખિલેશ યાદવને ભાજપથી વધુ પોતાનાઓથી પડકાર મળી રહ્યો છે. અલગ પાર્ટી બનાવતાં પહેલાં શિવપાલ પ્રદેશની બધી 80 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની વાત કહી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019 માટે મહાગઠબંધનનો સળવળાટ શરૂ થઇ ગયો છે. બસપા પ્રમુખ માયાવતીએ પણ ગઠબંધનના સંકેત આપી દીધા છે. એ વાત અલગ છે કે તેમણે સન્માનજનક સીટો મળતાં જ ગઠબંધન કરવાની શરત મુકી છે. તેમની આ શરત અપ્ર સપા પ્રમુખ અખિલેશ યાદવનો જવાબ પણ સકારાત્મક છે. અખિલેશ યાદવ પણ ઇશારા-ઇશારામાં સંકેત આપી ચૂક્યા છે કે તે ગઠબંધન માટે થોડી ઘણી સીટો છોડવા માટે તૈયાર છે. જોકે ગત એક દોઢ મહિનાથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઘણા એવા નવા ઘટનાક્રમ ઉમેરાયા છે જેથી મહાગઠબંધનની તાકાત નબળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપે પણ આ નવા રાજકીય ઘટનાક્રમથી ખુશ છે. આવો એક નજર કરીએ ત્રણેય ફેક્ટર પર કરીએ.
શિવપાલ દ્વારા અલગ પાર્ટી બનાવવી
ગત બે વર્ષોમાં સમાજવાદી પાર્ટીમાં ઉપેક્ષાનો શિકાર થઇ રહેલા શિવપાલ યાદવે સમાજવાદી સેક્યુલર મોરચાનું નિર્માણ કરીને સમાજવાદી પાર્ટીને આકરો ઝટકો આપ્યો છે. શિવપાલે પોતાના મોરચામાં સપાના તે નેતાઓને સ્થાન આપવાની વાત કરી છે જે લાંબા સમયથી ઉપેક્ષિત છે. યાદવ પરિવારમાં ફરી એકવાર ઘમાસાણ શરૂ થઇ ગયું છે. કંઇક એ પ્રકારનો આંતરિક કલેહ વિધાનસભા ચૂંટણી પહેલાં પણ જોવા મળ્યો હતો જેનું પરિણામ અખિલેશની આકારી હારના રૂપમાં સામે આવ્યો હતો. હવે ફરી એકવાર લોકસભા ચૂંટણી 2019 પહેલાં અખિલેશ યાદવને ભાજપથી વધુ પોતાનાઓથી પડકાર મળી રહ્યો છે. અલગ પાર્ટી બનાવતાં પહેલાં શિવપાલ પ્રદેશની બધી 80 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની વાત કહી રહ્યા છે.
શિવપાલ યાદવ દ્વારા પોતાની અલગ પાર્ટી બનાવી લીધા બાદ ભાજપે અખિલેશના નેતૃત્વ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપનું કહેવું છે કે અખિલેશ યાદવ પોતાના જ ઘરને સંભાળી શકતા નથી. આગામી લોકસભામાં શિવપાલ યાદવ ભલે ખૂબ વધુ વોટ ન મેળવી શકે પરંતુ વોટ તો તે સમાજવાદી પાર્ટીના જ તોડશે, એટલું નક્કી છે.
ચંદ્વશેખર આઝાદની મુક્તિ
'ભીમ આર્મી'ના સંસ્થાપક ચંદ્વશેખર આઝાદને અચાનક છોડી મુકીને યોગી સરકારે જે દાવ ચાલ્યો છે, તેની રાજકીય અટકળો ચાલી રહી છે. જોકે ચંદ્વશેખર જેલમાંથી છુટ્યા બાદ પણ ભાજપ સરકાર વિરૂદ્ધ અવાજ બુલંદ કરી રહ્યા છે. એવામાં પ્રશ્ન ઉદભવે છે કે ભીમ આર્મીના નેતાના તીખા વલણના લીધે તેમને અચાનક કેમ મુક્ત કરી દેવામાં આવ્યા. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો સમગ્ર કવાયત બીએસપીના પ્રભાવને ઓછો કરવા માટ છે. બીજી તરફ ચંદ્વશેખરે પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા અને 2019ની ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવવાની વાત કરી રહ્યા છે. તેમણે માયાવતીને ફોઇ કહીને સંબોધિત કર્યા. જોકે બસપા સુપ્રીમોએ તેમની સાથે કોઇ સંબંધ ન હોવાની વાત કહી છે. જો ચંદ્વશેખર અનુસૂચિત જાતિના કેટલા વોટ મેળવવામાં સફળ રહ્યા તો અંતે ભાજપને જ ફાયદો થશે.
નિષાદ પાર્ટીનું બદલાયેલું વલણ
ભાજપથી ગોરખપુર સીટ ઝૂંટવી લેનાર નિષાદ પાર્ટીનો મિજાજ પણ બદલાયેલો જોવા મળી રહ્યો છે. પાર્ટીએ પણ અત્યાર સુધી લોકસભાની ચૂંટણી 2019 માટે પોતાના પત્તા ખોલ્યા નથી. પાર્ટીનું કહેવું છે કે જે પણ પક્ષ માછીમાર સમાજને અનામત આપવાની વાત કરશે, તે તેની સાથે ચૂંટણીમાં ઉતરશે. એટલું જ નહી, પાર્ટીએ સન્માનજનક સીટોની શરત પણ મુકી છે. એવામાં બ આજી પણ ભાજપના હાથમાંથી નિકળી નથી. સપા-બસપાને જો નિષાદ પાર્ટીનો સાથ લેવો છે તો તેની કેટલીક શરતોને માનવી જ પડશે નહીતર ગેમ ખરાબ થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે