Tamilnadu Result: એક ઈંટ પર DMK એ રાજ્યમાં ઊભી કરી જીતની ઇમારત
ઉદયનિધિએ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લ઼ડી અને ચેપોક સીટથી 68,880 મતથી જીત મેળવી છે. ડીએમકે યૂથ વિંગ સેક્રેટરી ઉદયનિધિએ જીત બાદ પિતા સ્ટાલિનને આ ઈંટ રવિવારે સોંપી છે.
Trending Photos
ચેન્નઈઃ દ્વવિડ મુન્નેત્ર કડગમ (DMK) ની દસ વર્ષ બાદ તમિલનાડુની સત્તામાં વાપસી થઈ છે. ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિનના પુત્ર અને દ્રવિડ રાજનીતિના દિગ્ગજ દિવંગત એમ કરૂણાનિધિના પૌત્ર ઉદયનિધિ સ્ટાલિને પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઈંટને AIADMK-BJP ગઠબંધન પર વાર કરવા માટે હથિયાર બનાવી હતી. ઉદયનિધિ દરેક રેલીમાં AIADMK-BJP તરફથી તમિલનાડુની જનતાને આપવામાં આવેલા વચનની ઓળખ તરીકે આ ઈંટને દેખાડતા હતા.
ઉદયનિધિએ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લ઼ડી અને ચેપોક સીટથી 68,880 મતથી જીત મેળવી છે. ડીએમકે યૂથ વિંગ સેક્રેટરી ઉદયનિધિએ જીત બાદ પિતા સ્ટાલિનને આ ઈંટ રવિવારે સોંપી છે. આ ઈંટ પર AIIMS લખેલુ છે. ડીએમકે યૂથ વિંગના નેતા ઉદયનિધિ રેલીઓમાં કહેતા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મદુરૈમાં એમ્સ બનાવવાનું વચન આપ્યું હતું. ઉદયનિધિ કહે છે કે તે વચનનું સત્ય માત્ર શિલાન્યાસ પથ્થર સિવાય કંઈ નથી અને જે આધુનિક હોસ્પિટલનું વચન આપ્યું તે ક્યાંય જોવા મળી નથી.
அதிமுக-பாஜக இணைந்து மதுரையில் கட்டிய எய்ம்ஸ் மருத்துவமனையை கையொடு எடுத்துவந்துள்ளேன் என சொல்லி ஒரு செங்கலை காட்டியதும் சாத்தூரில் கூடியிருந்த மக்கள் சிரித்துவிட்டனர். ஆதிக்க-அடிமை கூட்டணியின் இந்த அவலம் முடிவுக்குவர நம் கூட்டணி வேட்பாளர் ரகுராமன் அவர்களை ஆதரிக்க கேட்டுக்கொண்டேன். pic.twitter.com/P1aWvRh8OG
— Udhay (@Udhaystalin) March 23, 2021
આ વર્ષે માર્ચમાં ઉદયનિધિ વિરુદ્ધ ભાજપના એક કાર્યકર્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, ઉદયનિધિએ મદુરૈમાં પ્રસ્તાવિત એમ્સ કેમ્પસથી ઈંટ ચોરી છે. હકીકતમાં ઉદયનિધિ તરફથી મદુરૈના સત્તૂરમાં એક રેલીમાં પ્રથમવાર ઈંટ દેખાડ્યા બાદ આ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ રેલીમાં ઉદયનિધિએ તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામી પર નિશાન સાધ્યુ હતું.
ઉદયનિધિનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે મજાકભર્યા અંદાજમાં કહે છે કે, હું મારી સાથે એમ્સ હોસ્પિટલ લાવ્યો છું. પછી તે પોતાના પ્રચાર વાહનથી વીડિયોમાં કહેતો જોવા મળ્યો, ફાટવેલી 250 એકર જમીનમાં ઈંટ પડી છે. એક મારી પાસે છે. AIADMK અને BJP એ ત્રણ વર્ષમાં ઇમારતના નિર્માણ માટે શું કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે