Republic Day પર ઈતિહાસ રચશે Swati Rathore, ફ્લાઈ પાસ્ટને લીડ કરનારી પહેલી મહિલા પાયલટ બનશે

રાજસ્થાનના નાગોરની દીકરી અને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ લેફ્ટનન્ટ સ્વાતિ રાઠોડ ગણતંત્ર દિવસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે. સ્વાતિને રાજપથ પર થનારી ફ્લાઈ પાસ્ટનું નેતૃત્વ કરવાની જવાબદારી મળી છે. ભારતીય ગણતંત્ર દિવસના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે કોઈ મહિલા પાયલટ ફ્લાઈ પાસ્ટને લીડ કરશે.

 

 

Republic Day પર ઈતિહાસ રચશે Swati Rathore, ફ્લાઈ પાસ્ટને લીડ કરનારી પહેલી મહિલા પાયલટ બનશે

નાગોર: ભારતીય વાયુસેનામાં ફ્લાઈટ લેફ્ટનન્ટ પદ પર તહેનાત રાજસ્થાનના નાગોરની દીકરી સ્વાતિ રાઠોડ આ ગણતંત્ર દિવસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે. આ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે વાયુસેનાની કોઈ મહિલા પાયલટ ફ્લાઈ પાસ્ટનું નેતૃત્વ કરવા જઈ રહી છે. સ્વાતિની આ સિદ્ધિ પર તેના માતા-પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે.

વસુંધરા રાજેએ આપી શુભકામના:
સ્વાતિ (Swati Rathore) ની સફળતાની વાત જાણતાં પહેલાં જણાવી દઈએ કે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટર પર સ્વાતિ (Swati Rathore) ને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપી છે. તેમણે કહ્યું કે આપણા બધા માટે ગર્વનો વિષય છે કે ગણતંત્ર દિવસના પ્રસંગે રાજપથ પર થનારી પરેડમાં વીરભૂમિ રાજસ્થાનની પુત્રી અને વાયુસેના (Air force) ના ફ્લાઈટ લેફ્ટનન્ટ સ્વાતિ રાઠોડ ફ્લાઈ પાસ્ટનું નેતૃત્વ કરશે. હું તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.

સ્વાતિ (Swati Rathore) ના બાળપણના સપનાની ઉડાન:
હાલ અજમેર શહેરના પંચશીલમાં રહેતા સ્વાતિના પિતા ડૉ.ભવાની સિંહ રાઠોડ કૃષિ વિભાગમાં ઉપનિર્દેશકના પદ પર કાર્યરત છે. અને માતા રાજેશ કંવર ગૃહિણી છે. માતા રાજેશ કંવર જણાવે છે  કે સ્વાતિ (Swati Rathore) બાળપણથી જ બહાદુર અને નીડર હતી. સ્કૂલના દિવસોમાં તેને સ્પોર્ટ્સ ખૂબ પસંદ છે. અને તેની રૂચિ હવાઈ જહાજ, હેલિકોપ્ટરમાં રહી. થોડી મોટી થઈ ત્યારે તેની રૂચિના કારણે એનસીસી જોઈન કર્યું અને તેમાં એરવિંગ રહ્યું.

Rajkot જાઓ તો આટલું જરૂર કરજો, જોવા જેવો છે રંગીલા રાજકોટનો રંગ

જ્યારે સિંગાપુરમાં ગોલ્ડ મેડલ જીત્યો:


સ્વાતિ (Swati Rathore) એ એનસીસી એરવિંગમાં કેડર રહેતા જ રક્ષા સેવાઓમાં જવાનું મન બનાવી લીધું હતું. તેની વચ્ચે જયપુરમાં અભ્યાસ દરમિયાન યૂથ એક્સચેન્જ પ્રોગ્રામમાં સિંગાપુર જવાની તક પણ મળી હતી. ત્યાં યૂરોપ અને અમેરિકન દેશોમાંથી આવેલા અન્ય પ્રતિસ્પર્ધીઓની વચ્ચે નિશાનેબાજી સ્પર્ધામાં સ્વાતિ (Swati Rathore) એ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2014માં પાયલટ બનવાનું સપનું પૂરું થયું:
સ્વાતિ (Swati Rathore) નું પાયલટ બનવાનું સપનું વર્ષ 2014માં પૂરું થયું. 2013માં સ્વાતિ (Swati Rathore) એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટમાં બેઠી હતી. અને ટેસ્ટ ક્લિયર કર્યા પછી માર્ચ 2014માં સ્વાતિને એરફોર્સ (Air force) સિલેક્શન બોર્ડ દહેરાદૂનમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી હતી. ત્યાં માત્ર દેશભરમાંથી 200 વિદ્યાર્થિનીઓ પહોંચી હતી. અને તેમાંથી 98ને સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ પછી માત્ર પાંચ વિદ્યાર્થિનીઓ મેદાનમા રહી. જેમાં ફ્લાઈંગ બ્રાંચ માટે એકમાત્ર સ્વાતિની પસંદગી થઈ હતી.

ગુજરાતના આદિવાસીઓની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા, કારણ છે કંઈક આવું

કેરળ પૂરમાં સ્વાતિએ ભજવી હતી:
કેરળ પૂર દરમિયાન સ્વાતિ (Swati Rathore) એ વાયુ સેના (Air force) ના રેસ્ક્યૂ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વાતિના પિતા જણાવે છે કે તેણે હજારો લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news