Video: પાકિસ્તાન ટીવીના સ્ટૂડિયોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન સુષમાજીની ‘અટલવાણી’
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પના કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતા સંબંધી વિવાદિત નિવેદન બાદ ભારતે બે ટૂંકા શબ્દોમાં અમેરિકાને કહ્યું કે, આ મામલે માત્ર પાકિસ્તાન સાથે દ્વિપક્ષિય ચર્ચા થશે
Trending Photos
નવી દિલ્હી: તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પના કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતા સંબંધી વિવાદિત નિવેદન બાદ ભારતે બે ટૂંકા શબ્દોમાં અમેરિકાને કહ્યું કે, આ મામલે માત્ર પાકિસ્તાન સાથે દ્વિપક્ષિય ચર્ચા થશે. 1998-2004 દરમિયાન અટલ બિહારી વાજપેયી સરકારમાં તે સમયે સૂચના પ્રસારણ મંત્રી રહેલા સુષમા સ્વરાજે આ વાતને પાકિસ્તાન મીડિયા સમક્ષ ખૂબ જ ભારપૂર્વક રજૂ કરી હતી. મંગળવારે મોડી રાત્રે સુષમા સ્વરાજના નિધન બાદ આ ઇન્ટરવ્યૂ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
8 માર્ચ 2002ના પીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સુષમા સ્વરાજે કહ્યું હતું, ભારત અને પાકિસ્તાને બસીને નક્કી કર્યું છે કે, અમારી વચ્ચે જજ કોઇ નહીં હોય. ત્રીજી પાર્ટીની મધ્યસ્થતા રહેશે નહીં. અમે અમારી સમસ્યાઓનો ઉકેલ અમારી વચ્ચે જ લાવીશું. એકબીજા સાથે વાત કરીને બંનેએ નક્કી કર્યું અને જ્યારે બંનેએ બેસીને નક્કી કર્યુ છે કે, ત્રીજો કોઈ નહીં હોય, તો પછી બંને એકબીજાની બાબતોના જજ રહેશે.
આઆ ઇન્ટરવ્યૂમાં તેમણે વધુમાં એવું પણ કહ્યું કે, જો અમે કહીએ કે, તમે (પાકિસ્તાન) આ કાર્ય કરો તો ચર્ચા થશે, જો અમને લાગશે કે તમે અમારા કહ્યા પ્રમાણે કહ્યું છે તો ચર્ચા શરૂ થશે. આ પ્રકારે જો તમે અમને કોઇ કાર્ય કરવા કહો છો તો અમે તેના પર રિસ્પોન્ડ કરીશું, ત્યારે તમે જ જોશો કે અમે આ કાર્ય કર્યું છે કે નથી. ભારત અને પાકિસ્તાનના મુદ્દા પર કોઇ ત્રીજા જજની જરૂર નથી. તે પણ અમે લોકોએ નક્કી કર્યું છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે