અહો આશ્ચર્યમ! પરણેલાઓમાં વધી રહ્યા છે લફરાં, મજા માટે હવે અપનાવે છે આ નવું ગતકડું, જાણીને ચોંકશો

એક રિપોર્ટ મુજબ ભારતમાં 60 ટકા પરિણીત લોકો બહાર લફરું કરી રહ્યા હોય છે. આ રિપોર્ટમાં અપાયેલી જાણકારી તમને ચોંકવી દેશે. 

અહો આશ્ચર્યમ! પરણેલાઓમાં વધી રહ્યા છે લફરાં, મજા માટે હવે અપનાવે છે આ નવું ગતકડું, જાણીને ચોંકશો

ભારતમાં લગ્નનું બંધન સાત જન્મોનું અને પવિત્ર સંબંધ ગણાય છે. લગ્નનો અર્થ છે બે લોકો સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા. જીવનસાથી સિવાય અન્ય કોઈ વિશે વિચારવું પણ જ્યાં પાપ માનવામાં આવે છે. ભારતમાં સંબંધોને લઈને વિદેશમાં જેવું કલ્ચર જોવા મળે છે તેવું નથી. અહીં પતિ પત્નીના સંબંધને નિભાવવા માટે પૂરી ઈમાનદારીથી પ્રયત્ન થાય છે. આ પવિત્ર સંબંધની ખાસ વેલ્યૂ છે. જો કે  ભારતીય પરિણીત લોકો અંગે થયેલા એક રિસર્ચે એવા એવા ખુલાસા કર્યા કે તમે ચોંકી જશો. 

60 ટકા લોકો લફરાબાજ!
આ સર્વે મુજબ ભારતના 60 ટકા પરિણીત લોકો બહાર અફેર કરવા માંગે છે. આ માટે ડેટિંગ એપનો ઉપયોગ કરે છે. તેઓ કોઈ બીજાના ખ્યાલમાં ખોવાયેલા રહે છે. તેઓ બીજા સાથે ડેટ પર જવા માંગતા હોય છે. 

સ્વિંગિંગ અપનાવે છે
ગ્લીડેન ડેટિંગ એપના સર્વે મુજબ 60 ટકા પરિણીત કપલ, કમિટેડ કપલ, રિલેશનશીપમાં રહેતા કપલ સ્વિંગિગ (એક શારીરિક ગતિવિધિ જેમાં પાર્ટનર્સ મનોરંજન માટે બીજા સાથે સેક્સ સંબંધ બાંધે છે) તરફ આગળ વધી રહ્યા છે. આ અમે નથી કહેતા પરંતુ ડેટિંગ એપ ગ્લીડેનના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે. રિસર્ચ મુજબ ભારતીય સમાજમાં પરિણીત લોકો પોતાના પાર્ટનર સાથે બેવફાઈ કરતા જોવા મળે છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે 60 ટકાથી વધુ પરિણીત લોકો ડેટિંગના અલગ અલગ તરીકા અજમાવી રહ્યા હતા. તેઓ સ્વિંગિંગ કરતા હતા. તેઓ સ્વિંગિંગને ખુલ્લા મને અપનાવી રહ્યા હતા જેથી કરીને તેઓ પોતાની જાતને એન્ટરટેઈન કરી શકે. 

ચોંકાવનારા આંકડા
આપણા સમાજમાં લગ્ન અને પ્રેમને હંમેશા સન્માન આપવામાં આવે છે. આ સંબંધને પવિત્ર સંબંધ ગણવામાં આવે છે અને લોકો અંતિમ પળ સુધી આ સંબંધમાં ઈમાનદારી જાળવી રાખવામાં માને છે. લગ્નની રસ્મો અને વચનને યાદ રાખે છે તેને પાળે છે. પાર્ટનર સાથે બેવફાઈ કરતા નથી. આવામાં આ જે આંકડા આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. 

ઈમોશનલ કનેક્શન પણ દગો કહેવાય
અત્રે જણાવવાનું કે બેવફાઈનો અર્થ ફક્ત કોઈની સાથે શારીરિક સંબંધ બનાવવો એ જ નથી પરંતુ ઈમોશનલ કનેક્શન સાથે પણ હોય છે. એટલે કે જો કોઈ પોતાના પાર્ટનર ઉપરાંત કોઈ અન્ય સાથે ભાવાત્મક રીતે જોડાયેલા હોય તો તે પણ દગો જ કહેવાય

46 ટકા પુરુષોનું અફેર
ગ્લીડેન એપના રિસર્ચ મુજબ સર્વેમાં સામે આવ્યું છે કે 46 ટકા પુરુષો બહાર અફેર કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન એકબીજા સાથે જોડાયેલા રહે છે. રિપોર્ટથી જાણવા મળ્યું છે કે 36 ટકા મહિલાઓ અને 35 ટકા પુરુષો વર્ચ્યુઅલ ફ્લર્ટિંગ કરે છે. જ્યારે 33થી 35 ટકા લોકો પોતાના સાથી ઉપરાંત કોઈ અન્યના સપના જુએ છે. આમ પણ પોતાના સાથી ઉપરાંત કોઈ અન્યની કલ્પના કરવી એ તો હવે સામાન્ય વાત ગણવામાં આવે છે. આંકડાથી ખબર પડે છે કે 33 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ ખુલ્લેઆમ આવી કલ્પના કરવાની વાત સ્વીકારે છે. બધુ મળીને ગ્લેડેનના નવા આંકડા જણાવે છે કે હાલના સમયમાં કેવા નવા નવા સંબંધો વિક્સિત થયા છે. પહેલાન સમયમાંઆવા સંબંધોને જાકારો આપવામાં આવતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news