Amit Shah ના એક નિવેદનથી નાપાક Pakistan માં ફફડાટ! આતંકવાદીઓ છુપાવવા માટે શોધી રહ્યાં છે જગ્યા!
સરહદ પર નાપાક પાકિસ્તાનની અવળચંડાઈ બંધ થવાનું નામ નથી લઈ રહી. સરહદ પર સેનાની જવાનો પર છુપાઈને હુમલો કરનારા પાકિસ્તાનને ભારતે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે, પાકિસ્તાન નહીં સુધરે તો ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ સરહદ પર નાપાક પાકિસ્તાનની અવળચંડાઈ બંધ થવાનું નામ નથી લઈ રહી. સરહદ પર સેનાની જવાનો પર છુપાઈને હુમલો કરનારા પાકિસ્તાનને ભારતે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે, પાકિસ્તાન નહીં સુધરે તો ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવામાં આવશે.અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, "પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે."
#WATCH | "Another important step was surgical strike under PM Modi & former Defence Minister Manohar Parrikar. We sent out a message that one should not disrupt India's borders...There was a time when talks happened, but now is the time to reciprocate," says Home Min Amit Shah pic.twitter.com/BrMFUfzLRT
— ANI (@ANI) October 14, 2021
ગોવાના એક કાર્યક્રમમાં અમિત શાહે પાકિસ્તાનને (Pakistan) ચેતવણી આપી હતી કે, જો તે કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહિ કરે તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.વધુમાં જણાવ્યુ કે” સર્જિકલ સ્ટ્રાઇકે સાબિત કર્યું છે કે અમે દેશની સીમા પર હુમલાઓ સહન કરતા નથી, જો તમે ઉલ્લંઘન કરશો તો વધુ સ્ટ્રાઈક કરવામાં આવશે”
વાતચીતનો સમય પૂર્ણ, હવે વળતર આપવાનો સમય:
વધુમાં શાહે કહ્યું કે, “પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે. વાતચીતનો સમય પૂર્ણ થયો, હવે વળતર આપવાનો સમય આવી ગયો છે.”
ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં:
દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગોવાની (Goa) મુલાકાત દરમિયાન કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પાર્ટી સાથે બેઠકો પણ કરશે. તમને જણાવી દઈએ કે, ભાજપે ગોવામાં ચૂંટણી પ્રભારી તરીકે દેવેન્દ્ર ફડણવીસની નિમણૂક કરી છે.
અમિત શાહ આ કાર્યક્રમોમાં હાજરી આપશે:
તમને જણાવી દઈએ કે, અમિત શાહ આ મુલાકાત દરમિયાન ગોવાના ધારબંદોરામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો શિલાન્યાસ કરશે. તેમજ તેલીગાંવમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે અને ભાજપના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓને મળશે.ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને (Goa Assembly Election) લઈને પણ ચર્ચા-વિચારણા કરશે.
'રાજકીય વ્યૂહરચનાકાર તરીકે જાણીતા છે અમિત શાહ'
અમિત શાહની ગોવાની મુલાકાત પર દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) જણાવ્યું હતું કે, “તેઓ આજે કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પછી તેઓ પક્ષની બેઠકો પણ કરશે. વધુમાં કહ્યુ કે, અમિત શાહ રાજકીય વ્યૂહરચનાકાર તરીકે જાણીતા છે. તેમનું રાજકીય માર્ગદર્શન અમને ખૂબ મદદ કરશે.”
'અમે હંમેશા અમારા દમ પર ચૂંટણી લડીએ છીએ'
દેવેન્દ્ર ફડણવીસે આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) અંગે સ્પષ્ટતા આપતા કહ્યુ કે, સત્તાધારી ભાજપ 2022 ની ચૂંટણી દરમિયાન ગઠબંધન માટે મહારાષ્ટ્રવાડી ગોમાંતક પાર્ટી સાથે કોઈ વાતચીત કરી રહી નથી.વધુમાં તેમણે કહ્યું કે, “એમજીપી સાથે જોડાણ અંગે અત્યારે કોઈ વાટાઘાટો નથી અને આવો કોઈ પ્રસ્તાવ પણ નથી. અમે હંમેશા અમારા દમ પર લડીએ છીએ અને આગામી સમયમાં પણ લડીશુ”
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે