ભગવાન જગન્નાથને રથ યાત્રા મામલે SC પહોંચી કેન્દ્ર સરકાર, આપી આ સલાહ
ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવવાના આદેશમાં ફેરફારની માંગની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસની ત્રણ જજોની બેંચ આજે સોમવારે કરશે. રથયાત્રા પર રોક લગાવવાનો આદેશ 18 જૂનના રોજ ચીફ જસ્ટિસની ત્રણ જજોની બેંચએ આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવવાના આદેશમાં ફેરફારની માંગની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસની ત્રણ જજોની બેંચ આજે સોમવારે કરશે. રથયાત્રા પર રોક લગાવવાનો આદેશ 18 જૂનના રોજ ચીફ જસ્ટિસની ત્રણ જજોની બેંચએ આપ્યો હતો. આ આદેશમાં સંશોધનની માંગને લઇને ડઝન અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ છે.
તમને જણાવી દઇએ કે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે અત્યારે પોતાના જિલ્લા નાગપુરમાં છે. ત્યાં તેમના ઘરે વીડિયો કોન્ફસિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારબાદ સુનાવણી થશે. ત્રણ જજોની બેંચના બાકી બે જજ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી માટે જોડાશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોકનો મામલો
કેન્દ્ર સરકારે આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બે જજોની બેંચ સામે ભગવાન જગન્નાથ રથ યાત્રાનો મામલો રાખતા કહ્યું કે ભીડ વિના ધાર્મિક રીતીઓ પુરી કરવાની અનુમતિ આપવી જોઇએ. સાવધાની સાથે યાત્રા પુરી કરવામાં આવશે. ઓડિશા સરકારે પણ આ તર્જ પર યાત્રાનું સમર્થન કર્યું છે.
કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું:
- સદીઓની પરંપરાને રોકી ન શકાય
- આ કરોડોની આસ્થાની વાત છે.
- જો ભગવાન જગન્નાથ કાલે 23 જૂનના રોજ નહી આવે, તો તે પરંપરાઓ અનુસાર 12 વર્ષ સુધી નહી આવી શકે.
- તે સુનિશ્વિત કરવા માટે કે મહામારી ના ફેલાય, સાવધાની વર્તતાં રાજ્ય સરકાર એક દિવસ માટે કર્ફ્યૂં લગાવી શકે છે.
- શંકરાચાર્ય દ્વારા નક્કી કરવામાં આવેલા અનુષ્ઠાનોમાં તે તમા સેવાયત ભાગ લઇ શકે છે. જેનો કોરોના ટેસ્ટ નેગેટિવ છે.
- લોકો ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકે છે અને આર્શિવાદ લઇ શકે છે.
- પુરીના રાજા અને મંદિર સમિતિ આ અનુષ્ઠાનોની વ્યવસ્થાની દેખરેખ કરી શકે છે.
જોકે પુરીમાં રથયાત્રા પર રોકનો આદેશ 18 જૂનના રોજ ચીફ જસ્ટિસની ત્રણ જજોની બેંચે આપ્યો હતો. પછી આ આદેશમાં સુધારાની માંગને લઇને ડઝનો અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ, જો સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે સુનાવણી માટે એક જજની બેંચ જસ્ટિસ એસ. રવિંદ્ર ભટ્ટ સામે લાગે છે. પરંતુ તેમાં આ કાનૂની પેંચ હતો કે એક જજ ત્રણ જજોની બેંચના આદેશમાં સુધારો ન કરી શકે. એટલા માટે કેન્દ્ર સરકારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં બેસતા બે જજોવાળી જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચ સામે રાખ્યો, જેના પર જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું હતું કે તે ચીફ જસ્ટિસ સાથે વાતચીત કરીને અડધા કલાક બાદ સુનાવણી કર્શે. કારણ કે 18 જૂના રોજ રથયાત્રા પર રોક લગાવવાનો આદેશ ચીફ જસ્ટિસની બેંચએ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે