સુબ્રમણ્યમ સ્માવીનો ચોંકવનારો દાવો, 'મુંબઈ 26/11 હુમલાની પાછળ UPA અને પાકિસ્તાન'
સ્વામીએ કહ્યું કે, તેમાં કોંગ્રેસના ચાર ટોપ લીટર સામેલ હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subrahmanyam Swamy)એ શુક્રવારે દાવો કર્યો કે મુંબઈમાં વર્ષ 2008માં થયેલા 26/11 હુમલાની પાછળ યૂપીએ અને પાકિસ્તાન (Pakistan) હતું. સ્વામીએ કહ્યું કે, તેમાં કોંગ્રેસના ચાર ટોપ નેતા સામેલ હતા.
શુક્રવારે સ્વામીએ ટ્વીટ કર્યું, હવે પ્રથમ નજરમાં પૂરતા મજબૂત પૂરાવા છે જેના દ્વારા એક કેસને બનાવવા માટે તપાસ આયોગ બનાવી શકાય છે કે 26/11નો મુંબઈ આતંકી હુમલો યૂપીએ અને પાકિસ્તાનની સેનાનું સંયુક્ત પગલું હતું, જેનો ઈરાદો હિન્દુત્વને ઠેસ પહોંચાડવાનો હતો. ચાર ટોચના કોંગ્રેસી નેતા સામેલ છે, તેથી આરોપી છે. મનકહરામી!
મહત્વનું છે કે વર્ષ 2008મા 26 નવેમ્બરે લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 174 લોકોના મોત થયા હતા. હુમલામાં સામેલ 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે એક અજમલ કસાબને બાદમાં ફાંસી આપવામાં આવી હતી.
મહત્વનું છે કે સ્વામી કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર હુમલો કરતા રહે છે. સ્વામી હંમેશા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને પર પોતાની ટિપ્પણીઓ માટે જાણિતા છે. પાછલા મહિને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કરતા સુબ્રમણ્મય સ્વામીએ કહ્યું હતું કે, તેનો વિરોધ કરનાર આ મુદ્દાને કોર્ટમાં પડકારી શકે છે. તેમણે કહ્યું કે, યૂપીએના કાર્યકાળમાં પણ કેટલાક નેતાઓની સુરક્ષા ઘટાડી દેવામાં આવી હતી.
સ્વામીએ રાજ્યસભામાં કહ્યું, 'હંમેશાથી ગૃહ મંત્રાલય અંતર્ગત એક વિશેષ કમિટી હોય છે જે નિર્ણય કરતી હોય છે અને જો તેમાં કોઈને શંકા હોય તો તે ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે અને પડકાર આપી શકે છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે