CBSE Board Exam રદ્દ થવા પર છાત્રએ પીએમ મોદીને કરી અપીલ, 'સર ફેરવેલ કરાવી દો, નેહાને સાડીમાં જોવી હતી'

Sir farewell to kara do... 12th B wali neha ko saree me dekhna tha: પીએમ મોદીને રિક્વેસ્ટ કરનાર આ યુવકનું ટ્વીટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. 

CBSE Board Exam રદ્દ થવા પર છાત્રએ પીએમ મોદીને કરી અપીલ, 'સર ફેરવેલ કરાવી દો, નેહાને સાડીમાં જોવી હતી'

નવી દિલ્હીઃ Neha Ko Saree me Dekhna Tha: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ થોડો હળવો જરૂર થયો છે, પરંતુ સમાપ્ત થયો નથી. સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષા રદ્દ  (CBSE Class 12th Board Exam Cancelled)  કરાવાની માંગ થઈ રહી હતી અને પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે કોરોના સંકટને જોતા પરીક્ષા રદ્દ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. કોરોના વાયરસને કારણે પરીક્ષા રદ્દ કરવાને કારણે લાખો વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તેના પર મંથન ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓને ક્યા આધારે પ્રમોટ કરવામાં આવશે. 

આ વચ્ચે પીએમ મોદીએ પરીક્ષા રદ્દ કરવા પર ટ્વીટ કર્યુ હતું. તેના પર એક વ્યક્તિએ એવો જવાબ અને વિનંતી કરી, જે ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. કુકી અગ્રવાલ નામનું ટ્વિટર હેન્ડલ ચલાવનાર યુવકે પીએમ મોદીના ટ્વીટનો જવાબ આપતા કહ્યુ કે, સર ફેરવેલ તો કરાવી દો, તે ધોરણ 12th B વાળી નેહાને સાડીમાં જોવા માંગતો હતો  (Sir farewell to kraa do….wo 12th B wali neha ko साड़ी me dekhna tha.) 

— Kavish (@azizkavish) June 1, 2021

યુવકનું કહેવું હતું કે પરીક્ષા રદ્દ થઈ ગઈ છે. તેવામાં ફેરવેલ (વિદાય પાર્ટી) પણ થશે નહીં અને તે સાથે અભ્યાસ કરનારી નેહાને સાડીમાં જોઈ શકશે નહીં. યુવકનો આ જવાબ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વીટને હજારો લાઇક્સ અને રિટ્વીટ મળ્યા છે. ઘણી મોટી હસ્તિઓએ આ યુવકના રિપ્લાયના સ્ક્રીનશોટને ટ્વીટ અને શેર કર્યા છે. આ ટ્વીટને ખુબ શેર કરવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news